શોધખોળ કરો
Coronavirus: દેશભરમાં 505 નવા કેસ, પોઝિટિવ કેસની સંખ્યા 3500ને પાર, 83ના મોત
અત્યાર સુધીમાં દેશમાં 3374 લોકો કોરોના સંક્રમિત છે. કોરોના વાયરસના કારણે ભારતમાં 79 લોકોના મોત થયા છે.
નવી દિલ્હી: દુનિયાના 200થી વધુ દેશ કોરોના વાયરસની મહામારીની ચપેટમાં છે. દુનિયામાં 11 લાખથી વધુ લોકો કોરોના સંક્રમિત થયા છે. જ્યારે 60 હજારથી વધુ લોકોના મોત થયા છે. ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં દેશમાં 3500થી વધુ લોકો કોરોના સંક્રમિત છે. કોરોના વાયરસના કારણે ભારતમાં 83 લોકોના મોત થયા છે.
દેશમાં મૃત્યુઆંક 79 પર પહોંચ્યો છે. જેમાં આશરે 30 ટકા કેસ તબ્લીગી જમાતના કારણે બતાવવામાં આવી રહ્યા છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ 3,030 લોકો હાલ પણ કોવિડ 19થી સંક્રમિત છે, જ્યારે 266 લોકો સ્વસ્થ થયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે 472 નવા કેસ 24 કલાકમાં આવ્યા છે. જો તબ્લીગી જમાતની ઘટના ન બની હોત તો કેસ 7.1 દિવસમાં બેગણા થતા હતા, જ્યારે હવે 4.1 દિવસમાં બેગણા થઈ રહ્યા છે. આજે કેબિનેટ સચિવે દેશના તમામ જિલ્લાઅધિકારીઓ સાથે વીડિયો કોન્ફ્રન્સથી બેઠક કરી હતી.
કોરોનાને માત આપવા કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત કામ કરી રહી છે, આજે રાત્રે પીએમ મોદીની અપીલથી લોકો એક દિવસની દિવાળી મનાવશે, ઘરની બાલ્કીનમાં દીવા કરશે, આ એક કોરોના સામેની મોટી લડાઇ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
મનોરંજન
Advertisement