શોધખોળ કરો
Advertisement
એસ જયશંકરે ચીનને કહ્યું - કોઈ દ્ધિપક્ષીય મતભેદને વિવાદ બનવા નહી દઈશું
ભારતની આ ટિપ્પણી ત્યારે આવી છે જ્યારે ચીને કહ્યુ હતું કે, તે કાશ્મીર મુદ્દા પર ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ અને તેની જટીલતાઓ પર નજર રાખી રહ્યુ છે.
નવી દિલ્હી: ભારતે ચીનને કહ્યુ હતુ કે,એ સુનિશ્વિત કરવું મહત્વપૂર્ણ છે કે કોઇ પણ પ્રકારે દ્ધિપક્ષીય મતભેદ કોઇ વિવાદમાં ફેરવાઇ નહી. વાસ્તવમાં ભારતની આ ટિપ્પણી ત્યારે આવી છે જ્યારે ચીને કહ્યુ હતું કે, તે કાશ્મીર મુદ્દા પર ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ અને તેની જટીલતાઓ પર નજર રાખી રહ્યુ છે.
ભારત-ચીનની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા વિદેશમંત્રી એસ. જયશંકરે જણાવ્યું કે, ભારત અને ચીન આવનારા સમયમાં તેવા 100 પ્રયાસો કરશે જેનાથી બંન્ને દેશના લોકોમાં પરસ્પર જોડાણ બની શકે. આ દરમિયાન 2020 માટે એક્શન પ્લાન પણ સાઈન કરવામાં આવ્યો. વિદેશમંત્રી એસ.જયશંકરે કહ્યું કે, જ્યારથી બંન્ને દેશઓ વચ્ચે વુહાન બેઠકો થઈ છે, ત્યારથી બંન્ને દેશો વચ્ચે કોઈ મોટો વિવાદ થયો નથી. બંન્ને દેશો વચ્ચે આર્થિક ભાગીદારી સતત વધી રહી છે. તેવામાં ઘણાં મતભેદો થવાની શક્યતા છે, પરંતુ તેને વિવાદ બનાવા દેવામાં આવશે નહી.
ઉલ્લેખનીય છે કે વિદેશમંત્રી એસ. જયશંકર ચીનની મુલાકાતે છે જ્યારે પાકિસ્તાન જમ્મુ કાશ્મીર મુદ્દે દુનિયાભર પાસે મદદ માંગી રહ્યું છે, પાકિસ્તાની વિદેશમંત્રી શાહ મહમૂદ કુરેશી પણ આ મુદ્દે ચીન પહોંચ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement