શોધખોળ કરો
Advertisement
આર્થિક મોરચે મોદી સરકારને ઝટકો, આર્થિક વિકાસ દર ઘટીને 4.5 ટકા
જુલાઇ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ રેટ ઘટીને 4.5 ટકાના સ્તરે આવી ગયો છે. ગત નાણાકીય વર્ષના આ ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ 7 ટકાના દરે હતો.
નવી દિલ્હી: નાણાકીય વર્ષ 2019-20ના બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દરમાં મોટો ઘટાડો નોંધાયો છે. જુલાઇ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ રેટ ઘટીને 4.5 ટકાના સ્તરે આવી ગયો છે. ગત નાણાકીય વર્ષના આ ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ 7 ટકાના દરે હતો. સીએસઓ દ્વારા જાહેર કરેલા સત્તાવાર આંકડામાં આ જાણકારી આપવામાં આવી છે.
આ પહેલા 2019-20ના એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં જીડીપી રેટ ઘટીને 5 ટકા રહ્યો હતો. છેલ્લા છ વર્ષથી વધુ સમયમાં સૌથી નીચું સ્તર હતું. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ગિરાવટ અને કૃષિ ઉત્પાદનમાં મંદીના કારણે જીડીપી ગ્રોથમાં આ ઘટાડો નોંધાયો હતો.
ઉલ્લેખનીય છે કે, ભારતીય રિઝર્વ બેન્કે પણ થોડા સમય પહેલા જ ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી દરનું અનુમાન ઘટાડીને 6.1 ટકા કરી દીધું હતું. જે પહેલા 6.9 ટકા હતા. આ સિવાય કેટલિક રેટિંગ એજન્સીઓએ પણ જીડીપ દરનું અનુમાન ઘટાડ્યું હતુ. 26 નવેમ્બરે ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચે અનુમાન આપ્યું હતું કે નાણાકીય વર્ષ 2019-20માં જીડીપી દર 5.6 ટકા રહેશે.
બે દિવસ પહેલા રાજ્યસભામાં નાણામંત્રી નિર્મલા સીતારમણે સ્વીકાર્યું હતું કે દેશમાં આર્થિક વિકાસ દરમાં ઘટાડો આવ્યો છે, પરંતુ તેમણે કહ્યું હતું કે તેને મંદીનું નામ આપી શકાય નહીં. આ ઉપરાંત નાણામંત્રીએ કહ્યું હતું કે દેશમાં વર્તમાન કેન્દ્ર સરકારના કાર્યકાળ દરમિયાન સૌથી વધુ એફડીઆઈ આવી છે અને મોંઘવારીમાં પણ ઘટાડો થયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
દેશ
Advertisement