Third wave: શું કોવિડની થર્ડ વેવ આવી ચૂકી છે, જાણો શું કહે છે સરકારનું અવલોકન અને સમીક્ષા
કોવિડની થર્ડ વેવ મુદ્દે સરકારે કહ્યું કે, આવતા બે ત્રણ મહિના ખૂબ જ પડકાર રૂપ છે, જો કે સ્વાસ્થ્ય સંગઠનનું નિવેદન છે કે, કોવિડની થર્ડ લહેર શરૂ થઇ ગઇ છે. આ સપ્તાહથી જ થર્ડ વેવની શરૂઆત થઇ ગઇ છે.
Third Wave: કોવિડની થર્ડ વેવ મુદ્દે સરકારે કહ્યું કે, આવતા બે ત્રણ મહિના ખૂબ જ પડકાર રૂપ છે, જો કે સ્વાસ્થ્ય સંગઠનનું નિવેદન છે કે, કોવિડની થર્ડ લહેર શરૂ થઇ ગઇ છે. આ સપ્તાહથી જ થર્ડ વેવની શરૂઆત થઇ ગઇ છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન whoએ સચેત કર્યાં છે કે, કોવિડ-19ની થર્ડ વેવ આ જ સપ્તાહ દસ્તક આપી શકે છે. જ્યારે ઓગસ્ટથી સપ્ટેમ્બરની વચ્ચે તે વધુ તબાહી મચાવી શકે છે. જો કે ભારત સરકારે તેમના મૂલ્યાકનના આધારે જણાવ્યું છે કે, આવનાર બેથી ત્રણ મહિના વધુ પડકારરૂપ હશે, ડબલ્યુએચઓ મુજબ દુનિયામાં કોરોનાની મહામારીનું થર્ડ સ્ટેજ હજું એડવાન્સ સ્ટેજ પર છે. તેમણે જણાવ્યું કે, થર્ડ વેવનું મુખ્ય કારણ ડેલ્ટા વેરિયન્ટ છે.જેનો પહેલો કેસ ભારતમાં આવ્યો હતો. ડબ્લ્યુએચઓની ચેતાવણી ભારત માટે પણ લાલબતી સમાન
ભારતમાં હર્ડ ઇમ્યુનિટી ક્યારે?
ડબ્લ્યુએચઓની ચિંતા ચેતાવણી શું એ સૂચવે છે કે, કોરોનાની થર્ડ વેવ આવી ચૂકી છે. નીતિ આયોગના સદસ્ય વીકે પોલે આ સદર્ભે જણાવ્યું કે, ચોક્કસ હાલ દેશમાં કોરોનાની સ્થિતિ કાબૂમાં છે, દરેક રાજ્યોમાં સતત કેસમાં ઘટાડો થઇ રહ્યો છે પરંતુ રસીકરણ કે સંક્રમણથી હર્ટ ઇમ્યુનિટી પ્રાપ્ત થઇ ગઇ છે તેવું સ્પષ્ટપણે કહેવું હજું મુશ્કેલ છે. ભારત હર્ડ ઇમ્યુનિટીથી હજુ કોસો દૂર છે. તેથી ખતરો હજું ટળ્યો નથી. સરકારે જણાવ્યું કે, આવનાર મહિના વધુ મહત્વપૂર્ણ
શું ભારતમાં થર્ડ વેવ આવી ચૂકી છે?
હૈદરબાદ વિશ્વવિદ્યાલયના પ્રો વાઇસ ચાન્સલર ભૌતિક વૈજ્ઞાનિક ડોક્ટર વિપિન શ્રીવાસ્તવે તાજેતરમાં જ નિવેદન આપ્યું હતું કે, ભારતમાં કોરોનાની થર્ડવેવ 4 જુલાઇથી જ આવી ચૂકી છે. તેમણે જણાવ્યું હતું કે, 4 જુલાઇએ ઠીક એવી જ સ્થિતિ નોંધાઇ છે. જેવી ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં જોવા મળી હતી. જો કે એક્સપર્ટનું માનવું છે કે, થર્ડ વેવ સેકેન્ડ વેવ જેટલી ઘાતક નહીં નિવડે.