શોધખોળ કરો

India Lockdown: દેશના કયા મોટા વેપારી સંગઠને દેશવ્યાપી સંપૂર્ણ લોકડાઉન લાદવાની કરી માંગ ?

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,57,299 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3449 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,20,289 લોકો ઠીક પણ થયા છે.

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસની (Coronavirus) બીજી લહેર ફરી વળી છે. છેલ્લા બે-ત્રણ દિવસથી સંક્રમણમાં ઘટાડો થઈ રહ્યો હોવાનું સરકારી આંકડા કહે છે. આ દરમિયાન એક વ્યાપારી સંગઠને પણ દેશમાં લોકડાઉન (Lockdown) લગાવવાની માંગ કરી છે.

ધ કન્ફડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સે (CAIT) રાષ્ટ્રવ્યાપી લોકડાઉનની માંગ કરી છે.   સીએઆઈટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે કોરોના વાયરસ મહામારીની બીજી લહેર પર કાબુ મેળવવા સંપૂર્ણ લોકડાઉન લગાવવાનો આગ્રહ કર્યો છે. સંસ્થા દ્વારા કરવામાં આવેલા એક ઓનલાઈન સર્વેક્ષણમાં ભાગ લેનારા ઓછામાં ઓછા 67 ટકા લોકોએ દેશમાં બગડતી કોરોનાની સ્થિતિને જોતાં દેશવ્યાપી લોકડાઉન લગાવવા આહ્વાન કર્યુ છે.

પ્રવીણ ખંડેલવાલે કહ્યું, જો દેશવ્યાપી લોકડાઉન શક્ય ન હોય તો કેન્દ્ર જ્યાં કોરોનાના કેસ વધી રહ્યા છે તે રાજ્યોને લોકડાઉન લાદવાકહી શકે છે. દેશભરમાં 9 હજારથી વધારે લોકોએ સર્વેક્ષણમાં ભાગ લીધો અને 78.2 ટકા લોકોએ બીજી લહેર બેકાબૂ બની હોવાનું સ્વીકાર્યું હતું. જ્યારે 67 ટકાથી વધુ લોકોએ દેશવ્યાપી લોકડાઉન પર સહમતિ વ્યક્ત કરી છે.

એક્ટિવ કેસ 34 લાખને પાર

 દેશમાં એક્ટિવ કેસનો આંકડો 34 લાખને પાર થઈ ગયો છે.  છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે. 

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,57,299 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3449 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,20,289 લોકો ઠીક પણ થયા છે. 

  • કુલ કેસ-  બે કરોડ 2 લાખ 82 હજાર 833
  • કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 66 લાખ 13 હજાર 292
  • કુલ એક્ટિવ કેસ - 34 લાખ 47 હજાર 133
  • કુલ મોત - 2 લાખ 22 હજાર 408

છેલ્લા ત્રણ દિવસમાં નોંધાયેલા કેસ અને મોત

તારીખ

કેસ

મોત

3 મે

3,68,147

3417

2 મે

3,92,498

3689

1 મે

4,01,993

3523

27 વર્ષ સાથે રહ્યા બાદ અલગ થયા બિલ ગેટ્સ અને મેલિંડા, કહી આ વાત

Coronavirus Cases India:  દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા બે કરોડને પાર, જાણો આજે કેટલા નોંધાયા કેસ

ટોપ સ્ટોરી

IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
4 વર્ષથી નાના બાળકોને નહીં મળે આ દવા! સરકારે જારી કર્યો આદેશ
4 વર્ષથી નાના બાળકોને નહીં મળે આ દવા! સરકારે જારી કર્યો આદેશ
તેલંગાણામાં રાજકીય ભૂકંપ! CM રેવંત રેડ્ડી સામે જમીન કૌભાંડની ફરિયાદ દાખલ
તેલંગાણામાં રાજકીય ભૂકંપ! CM રેવંત રેડ્ડી સામે જમીન કૌભાંડની ફરિયાદ દાખલ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન

વિડિઓઝ

Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો
Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
Embed widget