શોધખોળ કરો

સિગરેટના સિંગલ યૂઝના વેચાણ પર પ્રતિબંધની માંગ કેમ ?  એક ક્લિકમાં જાણો સમગ્ર રિપોર્ટ

સંસદની સ્થાયી સમિતિએ સિંગલ સિગારેટના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી છે. સમિતિએ દલીલ કરી છે કે તેનાથી તમાકુ નિયંત્રણ અભિયાન પર અસર પડી રહી છે.

સંસદની સ્થાયી સમિતિએ સિંગલ સિગારેટના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી છે. સમિતિએ દલીલ કરી છે કે તેનાથી તમાકુ નિયંત્રણ અભિયાન પર અસર પડી રહી છે. સમિતિએ ભલામણમાં વધુમાં કહ્યું છે કે દેશમાં એરપોર્ટના સ્મોકિંગ ઝોનને પણ બંધ કરી દેવા જોઈએ. સ્થાયી સમિતિના રિપોર્ટ પર કેન્દ્ર સરકાર સિંગલ સિગારેટના વેચાણ અને ઉત્પાદન પર પ્રતિબંધ લગાવી શકે છે. 3 વર્ષ પહેલા કેન્દ્ર સરકારે સ્વાસ્થ્ય મંત્રાલયની ભલામણ પર ઈ-સિગારેટ પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારબાદ તેને વેચવા સામે કાયદો પણ બનાવવામાં આવ્યો હતો.

ચાલો પહેલા જાણીએ કે સ્થાયી સમિતિ શું છે?

સંસદના કામકાજને સરળ બનાવવા માટે, બે પ્રકારની સમિતિઓની રચના કરવામાં આવે છે. પ્રથમ કાયમી અને બીજી તદર્થ. સ્થાયી સમિતિમાં લોકસભા અને રાજ્યસભાના સાંસદો હોય છે, જેનો કાર્યકાળ 1 વર્ષનો હોય છે. કમિટી કામકાજમાં સરળતા માટે સરકારને રિપોર્ટ સુપરત કરે છે.

શા માટે બંધ કરવાની ભલામણ , 2 પોઈન્ટ
1. સમિતિએ રિપોર્ટમાં કહ્યું છે કે દેશમાં GST લાગુ થયા બાદ પણ તમાકુ ઉત્પાદનો પર ટેક્સમાં વધારે વધારો થયો નથી.
2. સમિતિએ IARC રિપોર્ટનો સંદર્ભ આપ્યો છે. આ મુજબ દારૂ અને તમાકુના સેવનથી કેન્સરનું જોખમ વધી જાય છે.

તમાકુ ઉત્પાદન પર કેટલો ટેક્સ?

GST લાગુ થયા બાદ ભારતમાં બીડી પર 22 ટકા, સિગારેટ પર 53 ટકા અને સ્મોકલેસ તમાકુ પર 64 ટકા ટેક્સ લાગે છે. તે જ સમયે, WHOએ ભારત સરકારને તમાકુ ઉત્પાદનો પર 75 ટકા ટેક્સ લાદવાનું કહ્યું હતું.

દર વર્ષે 3.5 લાખ લોકો સિગારેટથી મૃત્યુ પામે છે

રિપોર્ટ અનુસાર ભારતમાં દર વર્ષે 3.5 લાખ લોકો સિગારેટ પીવાની અસરથી મૃત્યુ પામે છે. અમેરિકામાં આ સંખ્યા 4.8 લાખની આસપાસ છે. સિગારેટથી થતા મૃત્યુનું મુખ્ય કારણ નિકોટીનનો ઓવરડોઝ છે. સરકારે તેને રોકવા માટે ઘણી વખત પ્રયાસ કર્યો, પરંતુ સફળતા મળી નહીં.

2018 માં, નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચએ એક સર્વે હાથ ધર્યો હતો. આ મુજબ, ધૂમ્રપાન કરનારા 46 ટકા લોકો અભણ છે, જ્યારે 16 ટકા કોલેજ જનારા વિદ્યાર્થીઓ છે.

સિગારેટ 56 પ્રકારના રોગોનું કારણ બને છે

ધ લેન્સેટ જર્નલે 2022ની શરૂઆતમાં એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો, જેમાં જણાવાયું હતું કે સિગારેટ પીવાથી 56 પ્રકારના રોગો થાય છે. કેન્સર, બ્રેઈન સ્ટ્રોક, નપુંસકતા આમાં મહત્વની છે. લેન્સેટે તેના અહેવાલમાં જણાવ્યું છે કે વિશ્વના 40% ધૂમ્રપાન કરનારાઓ ચીનમાં રહે છે.

દેશમાં 6.6 કરોડ લોકો સિગારેટ પીવે છે

ફાઉન્ડેશન ફોર સ્મોક ફ્રી વર્લ્ડના રિપોર્ટ અનુસાર, ભારતમાં દર વર્ષે લગભગ 6.6 કરોડ લોકો સિગારેટ પીવે છે, જ્યારે 26 કરોડથી વધુ લોકો અન્ય તમાકુ ઉત્પાદનોનો ઉપયોગ કરે છે. ભારતમાં લગભગ 21 ટકા લોકોને તમાકુના સેવનથી કેન્સર થાય છે.

સિગારેટ અંગે અત્યાર સુધી શું કાયદો છે?

1. જાહેર સ્થળે સિગારેટ પીવા પર પ્રતિબંધ છે. નિયમનો ભંગ કરવા પર 200 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. હોટલ, રેસ્ટોરન્ટ, સિનેમા હોલ, મોલના માલિકોએ 60 સેમી x 30 સેમીનું બોર્ડ લગાવવાનું રહેશે જેના પર 'નો સ્મોકિંગ' લખેલું હશે.

2. તમાકુ ઉત્પાદનોની જાહેરાત પર પ્રતિબંધ છે. ઉત્પાદનોનું વેચાણ કરતા દુકાનદારોએ 60 સેમી x 45 સેમીનું બોર્ડ લગાવીને કેન્સર વિશે જાગૃત કરવાનું રહેશે. નિયમોનું પાલન ન કરવા પર 1000 રૂપિયાનો દંડ થઈ શકે છે.

3. કોઈપણ કોલેજ, યુનિવર્સિટીના 100 મીટરની અંદર તમાકુ ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ છે. ઉલ્લંઘન પર 200 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.

4. દુકાનદાર 18 વર્ષથી ઓછી ઉંમરના સગીરોને સિગારેટ વેચી શકે નહીં. વેંચવા બદલ દંડ અને જેલ બંનેની વ્યવસ્થા કરવામાં આવી છે.

હાથથી બનાવેલી સિગારેટ 1880માં પહેલીવાર બજારમાં આવી હતી

અમેરિકાના નોર્થ કેરોલિના શહેરમાં જેમ્સ બુકાનન ડ્યુક નામના વ્યક્તિએ 1880માં પ્રથમ વખત હાથથી બનાવેલી સિગારેટ બજારમાં ઉતારી હતી. આ હાથથી બનાવેલી સિગારેટની લોકપ્રિયતા ધીમે ધીમે વધી. 1990 માં, વિશ્વભરમાં સિગારેટ પીનારાઓની સંખ્યા વધીને 990 મિલિયન થઈ ગઈ. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ ભેળસેળ મારી નાખશેHun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં શિખંડી કોણ?BZ Group scam : મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના ધરપકડ સ્થળ પર પહોંચ્યુ એબીપી અસ્મિતાAmreli Farmer : અમરેલીમાં ડુંગળી પકવતા ખેડૂતો ચિંતામાં . ભાવમાં ઘટાડો થતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે
Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
Embed widget