કોગ્રેસની YouTube ચેનલ થઇ ડિલીટ, પાર્ટીએ કહ્યુ- તપાસ કરવામાં આવી રહી છે
કોંગ્રેસ પાર્ટીની યુટ્યુબ ચેનલ ડીલીટ કરવામાં આવી છે. પાર્ટીએ આ જાણકારી આપી હતી.
નવી દિલ્હીઃ કોંગ્રેસ પાર્ટીની યુટ્યુબ ચેનલ ડીલીટ કરવામાં આવી છે. પાર્ટીએ આ જાણકારી આપી હતી. આ ચેનલ કેમ ડિલીટ કરવામાં આવી છે તેની તપાસ કરવામાં આવી રહી છે. કોંગ્રેસે યુટ્યુબ અને ગૂગલ બંનેનો સંપર્ક કર્યો છે અને તેની ચેનલને ફરીથી શરૂ કરવા માટે કહ્યુ છે.
Hi,
— Congress (@INCIndia) August 24, 2022
Our YouTube channel - 'Indian National Congress' has been deleted. We are fixing it and have been in touch with Google/YouTube teams.
We are investigating what caused this - a technical glitch or sabotage.
Hope to be back soon.
Team
INC Social Media
એક નિવેદનમાં પાર્ટીએ કહ્યું હતું કે અમારી યુટ્યુબ ચેનલ 'ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ'ને ડિલીટ કરી દેવામાં આવી છે. અમે તેને ઠીક કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, YouTube અને Google ટીમ સાથે વાતચીત ચાલુ છે. તપાસ ચાલી રહી છે. તે સમજવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે તે ટેકનિકલ ખામી હતી કે કોઈ ષડયંત્ર. ટૂંક સમયમાં ચેનલ ફરીથી શરૂ થાય તેવી આશા છે.
આ પહેલા પણ દેશના ઘણા મોટા નેતાઓના ટ્વીટર હેન્ડલ હેક કરવામાં આવી ચૂક્યા છે. પરંતુ એવું ભાગ્યે જ જોવા મળે છે કે કોઈ પાર્ટીની આખી યુટ્યુબ ચેનલ ડીલીટ થઈ જાય. હાલમાં કોગ્રેસની યુ-ટ્યુબ ચેનલ ડિલીટ થવા પાછળનું કારણ સ્પષ્ટ નથી, આવી સ્થિતિમાં કોંગ્રેસ પણ પોતાના સત્તાવાર નિવેદનમાં માત્ર તપાસની વાત કરી રહી છે. હેકિંગની શંકા ચોક્કસપણે વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી નક્કર માહિતી ન આવી હોવાથી તેની રાહ જોવાઈ રહી છે.
Ahmedabad: અમદાવાદની સૌ પ્રથમ મહિલા ડ્રગ્સ ડીલરની ધરપકડમાં શું થયો મોટો ખુલાસો ? જાણીને ચોંકી જશો
PIB Fact Check: તમને 25 લાખના લોટરી લાગી છે ? આવો મેસેજ મળે તો ચેતી જાજો નહીંતર....