શોધખોળ કરો
Advertisement
Coronavirus ના કારણે ભારતમાં યોજાનારી નૌસેનાની મલ્ટીનેશનલ એક્સરસાઈઝ ‘મિલન 2020’ રદ્દ
ભારત દ્વારા આયોજીત મલ્ટીનેશનલ એક્સરસાઈઝ, ‘મિલન 2020’ જેમાં અમેરિકા અને ઈરાન સહિત 41 દેશોની નૌસેનાઓ ભાગ લેવાની હતી.
નવી દિલ્હી: જીવલેણે કોરોના વાયરસે અનેક દેશોને પ્રભાવિત કર્યા છે. ભારતમાં પણ કોરોનાની અસર જોવા મળી રહી છે. એવામાં કોરોના વાયરસને લઈ સુરક્ષાના કારણોસર 19 માર્ચે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમાં શરૂ થનારી ભારતીય નૌસેનાની મલ્ટીનેશનલ એક્સરસાઈઝ ‘મિલન 2020’ને રદ કરવામાં આવ્યો છે. આ એક્સરસાઈઝમાં દુનિયાભરના 40થી વધુ દેશોની નૌસેના ભાગ લેવાની હતી.
નૌસેનાના પ્રવક્તા અનુસાર કોરોના વાયરસના કારણે મિલન યુદ્ધાભ્યાસને સાવચેતીના ભાગરુપે હાલમાં ટાળવામાં આવ્યો છે. એક્સરસાઈઝની નવી તારીખોની જાહેરાત બાદમાં કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ભારતીય નૌસેના દ્વારા બે વર્ષમાં એકવાર આયોજીત થનારી મિલન એક્સરસાઈઝ પ્રથમ વખત 'સિટી ઓફ ડેસ્ટની'ના નામથી જાણીતા વિશાખાપટ્ટનમમાં થવાની હતી. 1995માં શરૂ થયેલી આ એક્સરસાઈઝ અત્યાર સુધી અંડમાન નિકોબારમાં થતી આવી છે.
Corona Virus: હૈદરાબાદ અને જયપુરમાં સામે આવ્યા મામલા, મોદીએ કહ્યું- ગભરાવાની નથી જરૂર ભારતીય નૌસેનાએ મિલન એક્સરસાઈઝનો થીમ વીડિયો જાહેર કર્યો હતો. વીડિયામાં દર્શાવવામાં આવ્યું હતું કે, કઈ રીતે મિત્ર દેશોની નૌસેનાઓ સમુદ્રમાં સહયોગ અને તાલમેલ કરે છે. મિલન એક્સરસાઈઝની થીમ ‘સિનર્જી અક્રોસ ધ સીઝ.’ આ યુદ્ધાભ્યાસમાં કટ્ટર દુશ્મન દેશ અમેરિકા અને ઈરાન પણ ભાગ લેવાના હતા.Indian Navy:MILAN 2020, a multilateral naval exercise scheduled to be conducted from 18 to 28 Mar, at Visakhapatnam, has been postponed in view of safety of all participants&travel restrictions due to #Coronavirus. We look forward toward scheduling MILAN at later convenient date. pic.twitter.com/6J7uE0kHRG
— ANI (@ANI) March 3, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion