શોધખોળ કરો

IRCTC Update: શું તમે નકલી એપ મારફતે કરી રહ્યા છો ટિકિટ બુકિંગ? IRCTCએ યુઝર્સ માટે જાહેર કરી ચેતવણી

IRCTC Update: શું તમે ટિકિટ બુક કરવા માટે નકલી IRCTC એપ ડાઉનલોડ કરી છે?

IRCTC Update: શું તમે ભારતીય રેલવેની ઓનલાઈન ટિકિટ બુકિંગ કંપની IRCTCની એપ ડાઉનલોડ કરીને ટિકિટ બુક કરવાની તૈયારી કરી રહ્યાં છો? શું તમે ટિકિટ બુક કરવા માટે નકલી IRCTC એપ ડાઉનલોડ કરી છે? ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશને (IRCTC) સામાન્ય લોકોને આ નકલી એપથી સાવધાન રહેવા જણાવ્યું છે.

ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) એ કહ્યું કે ફ્રોડ એપ્લિકેશન મારફતે IRCTC Rail Connect નામની નકલી એપ સર્કુલેટ કરી સામાન્ય લોકોને તેનો ઉપયોગ કરવાનું કહેવામાં આવી રહ્યું છે. IRCTCએ સામાન્ય લોકોને આ મેસેજ સામે ચેતવણી આપી છે અને તેમને તેનો શિકાર ન થવાની સલાહ આપી છે.

IRCTCના જણાવ્યા અનુસાર, આ શંકાસ્પદ મોબાઈલ એપ કેમ્પેઇનમાં છેતરપિંડી કરનારાઓ મોટા પાયે ફિશિંગ લિંક્સ મોકલી રહ્યા છે. આ લિંક દ્વારા આ છેતરપિંડી કરનારા લોકોને નકલી IRCTC રેલ કનેક્ટ મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરવા દબાણ કરે છે. તેમનો હેતુ લોકોને ખોટી પ્રવૃત્તિઓમાં ફસાવવાનો છે.

આ અંગે સત્તાવાર એડવાઈઝરી જાહેર કરતી વખતે IRCTCએ એપને નકલી ગણાવી છે અને કહ્યું છે કે તેના ઉપયોગથી યુઝરને મોટું નુકસાન વેઠવું પડી શકે છે. IRCTCએ માત્ર Google Play અથવા Apple App Store દ્વારા Rail Connect એપ ડાઉનલોડ કરવાનું કહ્યું છે.

આ પહેલા પણ ઘણા પ્રસંગોએ IRCTC એ એન્ડ્રોઈડ યુઝર્સને IRCTCની Rail Connect મોબાઈલ એપને Google Play Store અને iOS યુઝર્સને માત્ર Apple App Store પરથી ડાઉનલોડ કરવાની સલાહ આપી છે. તેમજ IRCTC વેબસાઇટ https://irctc.co.in પર આપેલા સત્તાવાર નંબર દ્વારા જ IRCTC કસ્ટમર કેરનો સંપર્ક કરવા જણાવ્યું હતું.                                                

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં જ 508 રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટ માટે શિલાન્યાસ કર્યો હતો. આ એક નવો રેકોર્ડ હશે, જ્યારે આટલા મોટા પાયા પર રિડેવલપમેન્ટનું કામ એક સાથે શરૂ કરવામાં આવશે.અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશભરના 1309 રેલવે સ્ટેશનનો પુનઃવિકાસ કરવામાં આવશે. 24,470 કરોડથી વધુનો ખર્ચ થશે. આ રેલવે સ્ટેશનો પર વર્લ્ડ ક્લાસ સુવિધાઓ ઉમેરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઈરાનના હિંસક પ્રદર્શનને લઈ મોટો ખુલાસો, સરકારે 2000 થી વધુ મોતનો પ્રથમ વખત કર્યો સ્વીકાર!

ડ્રગ્સ સામે જંગ: ગુજરાત પોલીસે જાહેર કર્યો WhatsApp નંબર, બાતમી આપનારનું નામ રહેશે ગુપ્ત

પાકિસ્તાન નકશામાંથી ગાયબ થઈ જાત! સેના બોર્ડર પાર કરવા તૈયાર હતી, ઓપરેશન સિંદૂર પર આર્મી ચીફનો મોટો ધડાકો

પતંગરસિયાઓ માટે ખુશખબર: 14 જાન્યુઆરી ઉત્તરાયણે પવનની ગતિ કેવી રહેશે? જાણો અંબાલાલ પટેલની આગાહી

વિડિઓઝ

Dahod Police : દાહોદમાં દારૂની હેરાફેરી કરતા 3 પોલીસકર્મી સામે ગુનો
Amit Shah Speech: માણસામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું સંબોધન
BJP MLA Statement: ભાજપ MLAએ ચૈતર વસાવા અને અનંત પટેલને ગણાવ્યા સિંહ
Gujarat Government: રાજ્યમાં બેફામ બનેલા ખનીજચોરો પર અંકુશ લાવવા કવાયત
Kite Festival 2026: ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ 6 દિવસ લંબાવાયો, હવે આ તારીખ સુધી રહેશે પતંગોત્સવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઈરાનના હિંસક પ્રદર્શનને લઈ મોટો ખુલાસો, સરકારે 2000 થી વધુ મોતનો પ્રથમ વખત કર્યો સ્વીકાર!
ઈરાનના હિંસક પ્રદર્શનને લઈ મોટો ખુલાસો, સરકારે 2000 થી વધુ મોતનો પ્રથમ વખત કર્યો સ્વીકાર!
ડ્રગ્સ સામે જંગ: ગુજરાત પોલીસે જાહેર કર્યો WhatsApp નંબર, બાતમી આપનારનું નામ રહેશે ગુપ્ત
ડ્રગ્સ સામે જંગ: ગુજરાત પોલીસે જાહેર કર્યો WhatsApp નંબર, બાતમી આપનારનું નામ રહેશે ગુપ્ત
પાકિસ્તાન નકશામાંથી ગાયબ થઈ જાત! સેના બોર્ડર પાર કરવા તૈયાર હતી, ઓપરેશન સિંદૂર પર આર્મી ચીફનો મોટો ધડાકો
પાકિસ્તાન નકશામાંથી ગાયબ થઈ જાત! સેના બોર્ડર પાર કરવા તૈયાર હતી, ઓપરેશન સિંદૂર પર આર્મી ચીફનો મોટો ધડાકો
પતંગરસિયાઓ માટે ખુશખબર: 14 જાન્યુઆરી ઉત્તરાયણે પવનની ગતિ કેવી રહેશે? જાણો અંબાલાલ પટેલની આગાહી
પતંગરસિયાઓ માટે ખુશખબર: 14 જાન્યુઆરી ઉત્તરાયણે પવનની ગતિ કેવી રહેશે? જાણો અંબાલાલ પટેલની આગાહી
પતંગ રસિયાઓને પડી જશે મોજ! ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, જાણો હવામાન વિભાગની મોટી આગાહી?

T20 World Cup: ICC એ બાંગ્લાદેશની જીદ ફગાવી! મેચ ભારત બહાર નહીં જાય, હવે BCB પાસે બચ્યા માત્ર 2 વિકલ્પ

Silver price: ચાંદીના ભાવમાં 'લાલચોળ' તેજી! આજે બનાવ્યો નવો રેકોર્ડ, શું 3 લાખને પાર જશે કિંમત, જાણો 

10-મિનિટ ડિલિવરી પર સરકારે લગાવ્યો પ્રતિબંધ,બ્લિંકિટ દૂર કરશે આ ફીચર, ઝોમેટો અને સ્વિગી સાથે પણ ચર્ચા

Embed widget