શોધખોળ કરો

ઈસરોએ ફરી રચ્યો ઇતિહાસ, બીજી વખત ઉપગ્રહોની ડૉકિંગમાં મળી સફળતા

આ ડોકિંગ ટેકનોલોજી સ્વદેશી રીતે વિકસાવવામાં આવી છે અને તેને ભારતીય ડૉકિંગ સિસ્ટમ નામ આપવામાં આવ્યું છે

ઇસરોએ બીજી વખત ઉપગ્રહોનું ડૉકિંગ કરીને ફરી એક વાર ઇતિહાસ રચી દીધો છે. વિશ્વના મોટાભાગના દેશો એક પણ વાર ડૉકિંગ કરવામાં સફળ થઈ શક્યા નથી. ત્યારે ભારતીય અવકાશ એજન્સીએ સ્પૈડેક્સ મિશન  હેઠળ બીજી વખત ડૉકીંગનું પ્રદર્શન કરી સાબિત કર્યું છે કે આ ટેકનોલોજીમાં ભારતે કુશળતા મેળવી છે.

ઈસરોને મળી મોટી સફળતા

આ ડોકિંગ ટેકનોલોજી સ્વદેશી રીતે વિકસાવવામાં આવી છે અને તેને ભારતીય ડૉકિંગ સિસ્ટમ નામ આપવામાં આવ્યું છે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી અને અવકાશ રાજ્યમંત્રી જીતેન્દ્ર સિંહે સોમવારે આ સિદ્ધિ માટે ઈસરોને અભિનંદન પાઠવ્યા હતા. અગાઉ 16 જાન્યુઆરીના રોજ ભારતે બે ઉપગ્રહો - ચેઝર અને ટાર્ગેટને જોડીને પ્રથમ વખત ડોકીંગ પ્રક્રિયા પૂર્ણ કરી હતી અને ભારત આ સિદ્ધિ હાંસલ કરનાર વિશ્વનો ચોથો દેશ બન્યો હતો. ભારત પહેલાં ફક્ત અમેરિકા, રશિયા અને ચીને જ ડૉકિંગ ક્ષમતા દર્શાવી હતી.

13 માર્ચે અનડોકિંગ પ્રક્રિયા સફળ રહી

13 માર્ચે ઇસરો દ્વારા અનડોકિંગ પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે એક્સ પર પોસ્ટ કરી જણાવ્યું હતું કે એ જણાવતા આનંદ થાય છે કે ઉપગ્રહોનું બીજું ડોકિંગ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે.

તેમણે યાદ અપાવ્યું કે PSLV-C60/ સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ (SPADEX) મિશન 30 ડિસેમ્બર, 2024 ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપગ્રહોને ડોક અને અનડોક કરવામાં આવ્યા હતા. આગામી બે અઠવાડિયામાં વધુ પ્રયોગોનું આયોજન કરવામાં આવ્યું છે.                  

બે ઉપગ્રહો અથવા અવકાશયાનને એકબીજા સાથે જોડવાને ડૉકિંગ કહેવામાં આવે છે અને અવકાશમાં જોડાયેલા બે અવકાશયાનને અલગ કરવાની ક્રિયાને અનડૉકિંગ કહેવામાં આવે છે. દેશના મહત્વાકાંક્ષી લક્ષ્યોને પોતાના દમ પર પ્રાપ્ત કરવા માટે ડૉકિંગ ક્ષમતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ મિશનોમાં ચંદ્ર પરથી નમૂનાઓ લાવવા, ભારતીય અવકાશ મથક (BSS) નું નિર્માણ સામેલ છે.        

ટોપ સ્ટોરી

દિલ્હી હાઈકોર્ટનો મોટો ચુકાદો: બેંકો FD પર પોતાની મરજીથી વ્યાજદર ઘટાડી શકશે નહીં
દિલ્હી હાઈકોર્ટનો મોટો ચુકાદો: બેંકો FD પર પોતાની મરજીથી વ્યાજદર ઘટાડી શકશે નહીં
કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત
કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત
મોદી સરકારના 3 મંત્રીઓના રાજીનામા બાદ હવે કોનો વારો? રાજ્યસભામાં ભાજપની નવી રણનીતિ
મોદી સરકારના 3 મંત્રીઓના રાજીનામા બાદ હવે કોનો વારો? રાજ્યસભામાં ભાજપની નવી રણનીતિ
ઓછું લાઈટબિલ આવે છે? 3 kW સોલાર પેનલ લગાવવી ફાયદો છે કે નુકસાન? જાણો ગણિત
ઓછું લાઈટબિલ આવે છે? 3 kW સોલાર પેનલ લગાવવી ફાયદો છે કે નુકસાન? જાણો ગણિત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
IND vs WI 1st T20: શ્રેયસ ઐયરની 42 બોલમાં તોફાની સદી! ભારતે વિન્ડીઝને 8 વિકેટે હરાવ્યું
IND vs WI 1st T20: શ્રેયસ ઐયરની 42 બોલમાં તોફાની સદી! ભારતે વિન્ડીઝને 8 વિકેટે હરાવ્યું
1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર
1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર
દિલ્હી હાઈકોર્ટનો મોટો ચુકાદો: બેંકો FD પર પોતાની મરજીથી વ્યાજદર ઘટાડી શકશે નહીં
દિલ્હી હાઈકોર્ટનો મોટો ચુકાદો: બેંકો FD પર પોતાની મરજીથી વ્યાજદર ઘટાડી શકશે નહીં
ઓસ્ટ્રેલિયા સામે ભારત 125 રને શરમજનક રીતે હાર્યું, 149 રનમાં આખી ટીમ ઓલઆઉટ
ઓસ્ટ્રેલિયા સામે ભારત 125 રને શરમજનક રીતે હાર્યું, 149 રનમાં આખી ટીમ ઓલઆઉટ
કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત
કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત
'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ
'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ
કપરાડાના નિલોશી ગામમાં ઓનલાઈન કામગીરીના ભારણથી કંટાળી પ્રાથમિક શાળાના આચાર્યનો આપઘાત
કપરાડાના નિલોશી ગામમાં ઓનલાઈન કામગીરીના ભારણથી કંટાળી પ્રાથમિક શાળાના આચાર્યનો આપઘાત
Embed widget