શોધખોળ કરો
Advertisement
જલપાઈગુડીઃ પથ્થરથી ભરેલો ટ્રક કાર અને વેન પર પલટ્યો, 13 લોકોના મોત
જલપાઈગુડીના એએસપી ડો. સુમંત રોય મુજબ, મંગળવારે રાત્રે 9 આસપાસ પથ્થરથી ભરેલો ટ્રક માયાનલીથી પસાર થઈ રહ્યો હતો. બીજી તરફ ટાટા મેજિક, મારુતિવાન રોંગ સાઇડમાં આવતા હતા.
જલપાઈગુડીઃ પશ્ચિમ બંગળાના જલપાઈગુડીમાં દર્દનાક દુર્ઘટના બની છે. ધૂમ્મસના કારણે આ દુર્ઘટના બની હતી. એક ટ્રકની પાછળ અનેક ગાડીઓ અથડાઈ હતી. જેમાં 13 લોકોના મોત થયા હતા, જ્યારે 18 લોકો ઘાયલ થયા હતા.
જલપાઈગુડીના એએસપી ડો. સુમંત રોય મુજબ, મંગળવારે રાત્રે 9 આસપાસ પથ્થરથી ભરેલો ટ્રક માયાનલીથી પસાર થઈ રહ્યો હતો. બીજી તરફ ટાટા મેજિક, મારુતિવાન રોંગ સાઇડમાં આવતા હતા. ધૂમ્મસના કારણે પહેલા ટ્રક અને ટાટા મજિક અથડાયા. બાદમાં ટ્રકમાં ભરેલા બોલ્ડર ગાડીઓ પર પડ્યા હતા. જેમાં 13 લોકોના મોત થયા હતા.
સ્થાનિક ધારાસભ્ય મિતાલી રોયના કહેવા મુજબ, દુર્ઘટનામાં 13 લોકોના મોત થયા છે. કેટલાક ઘાયલોની હાલત અતિ ગંભીર છે.
મંગળવારે ગુજરાતના સુરતમાં એક કરૂણ ઘટના બની હતી. જેમાં રોજી રોટી રળવા આવેલા 15 પર પ્રાંતિયોને મોત થયા હતા. કીમ-માંડવી રોડ પર કોસંબામાં બેકાબૂ બનેલી ટ્રકે રસ્તાની બાજુમાં સૂતા 15 શ્રમજીવીઓને કચડી નાખ્યા હતા. પ્રધાનમંત્રી મોદી, રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ ઘટનાને લઈ દુઃખ વ્યક્ત કર્યુ હતું.
રાશિફળ 20 જાન્યુઆરીઃ મેષ, વૃષભ, સિંહ રાશિના જાતકોએ આ કામથી બચવું, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
Farewell Speech: ટ્રમ્પે કેપિટલ હિલ હુમલાની કરી નિંદા, નવા રાષ્ટ્રપતિ બાઇડેનને લઈ કહી આ વાત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
અમદાવાદ
ક્રિકેટ
Advertisement