જમ્મુ કાશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદના મોડ્યુલનો પર્દાફાશ, 4 આતંકીઓની ધરપકડ
Kishtwar Explosive Defused: 15 ઓગસ્ટ પહેલા જમ્મુ કાશ્મીર(Jammu Kashmir)ના કિશ્તાવડમાં મોટા આતંકી કાવતરાનો સુરક્ષાદળોએ શનિવારે પર્દાફાશ કર્યો છે.
Kishtwar Explosive Defused: 15 ઓગસ્ટ પહેલા જમ્મુ કાશ્મીર(Jammu Kashmir)ના કિશ્તાવડમાં મોટા આતંકી કાવતરાનો સુરક્ષાદળોએ શનિવારે પર્દાફાશ કર્યો છે. કિશ્તવાડ-કેશવાન રોડ પર મળેલા વિસ્ફોટકોને સુરક્ષાદળોએ નિષ્ક્રિય કર્યા છે. ચાર આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. આઈજીપી જમ્મૂએ કહ્યું કે જમ્મુ કાશ્મીર પોલીસે 4 જૈશ-એ-મોહમ્મદ આતંકવાદીઓની ધરપકડ કરી છે. પાકિસ્તાની (Pakistan) કમાન્ડરની સૂચનાથી તેઓ મોટા આતંકવાદી કાવતરાને અંજામ આપવા માટે કામ કરી રહ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, જૈશ-એ-મોહમ્મદના (Jaish-e-Mohammed) એક મોડ્યુલના આ ચાર આતંકવાદીઓએ (Terrorists) ડ્રોનમાંથી પડતા હથિયારો એકત્રિત કરવાની યોજના બનાવી હતી. જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) આઈજીપીએ જણાવ્યું હતું કે, પકડાયેલા જૈશ-એ-મોહમ્મદના આતંકીએ 15 ઓગસ્ટના રોજ જમ્મુમાં વાહનમાં આઈઈડી લગાવવાની યોજના બનાવી હતી. તેમણે દેશના ઘણા મહત્વના સ્થળોની જાસૂસી પણ કરી હતી.
જમ્મુના પોલીસ મહાનિરીક્ષકે કહ્યું કે, પોલીસે જૈશ-એ-મોહમ્મદના મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે અને 4 આતંકવાદીઓની ધરપકડ કરી છે. આ આતંકવાદીઓ ડ્રોનથી પડતા હથિયારોને એકત્રિત કરવાની અને કાશ્મીર ખીણમાં કાર્યરત આતંકવાદીઓને શસ્ત્રો સપ્લાય કરવાની યોજના બનાવી રહ્યા હતા. જમ્મુના આઈજીપીએ કહ્યું કે, પકડાયેલા જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ 15 ઓગસ્ટ પહેલા જમ્મુમાં વાહનમાં આઈઈડી લગાવવાની અને દેશના અન્ય ભાગોમાં મહત્વના સ્થળોની તપાસ કરવાની યોજના બનાવી રહ્યા હતા.
જમ્મુના પોલીસ મહાનિરીક્ષકે જણાવ્યું કે, ધરપકડ કરાયેલા જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી ઇઝહર ખાનને પાકિસ્તાન સ્થિત કમાન્ડર દ્વારા પાણીપત ઓઇલ રિફાઇનરીની જાસૂસી કરવા માટે કહેવામાં આવ્યું હતું અને તેણે આ કર્યું અને વીડિયો પાકિસ્તાનને મોકલ્યો. તેમને અયોધ્યામાં રામ મંદિરની પણ જાસૂસી કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી, પરંતુ તે કાર્ય પૂર્ણ કરે તે પહેલા જ તેમની ધરપકડ કરવામાં આવી હતી.
જમ્મુ -કાશ્મીરના કિશ્તવાર જિલ્લામાંથી શુક્રવારે હિઝબુલ મુજાહિદીનના એક આતંકીની ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે થોડા દિવસો પહેલા આતંકવાદના માર્ગે ચાલી રહેલા મુઝમ્મિલ શાહની પોલીસ, સેના અને સીઆરપીએફના સંયુક્ત ઓપરેશનમાં પતિમુહલ્લા પાલમારના કુલના જંગલ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી.