શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
જય લલિતાની તબિયત સુધરી, ડોક્ટરોએ આપ્યો હેલ્થ રિપોર્ટ
ચેન્નઇઃ ચેન્નઇની એપોલો હોસ્પિટલમાં લગભગ એક મહિનાથી સારવાર લઇ રહેલા તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાની તબિયત સુધારા પર છે. હવે તેઓ બોલી શકે છે. ગઇ કાલે હોસ્પિટલ દ્વારા તેમનું હેલ્થ બુલેટિન જાહેર કરવામાં આવ્યું હતું. જ્યારે આજે રાજ્યપાલ ખુદ જયલલિતાના ખબર અંતર પૂછવા માટે એપોલો હોસ્પિટલ ગયા હતા. તેમણે કહ્યું કે ડોક્ટરે જયલલિતાની તબિયત સુધારા પર છે તેમ જણાવ્યું છે. સારવારની અસર તેમની પર થઇ રહી છે.
ડોક્ટરે જણાવ્યું છે કે મુખ્યમંત્રી જયલલિતાની બોડી રિસ્પોન્સ કરે છે કે નહીં તે જોવા માટે અમે થોડા થોડા સમયને અંતરે લાઇફ સપોર્ટ સિસ્ટમ હટાવીએ છીએ. તેઓ ભાનમાં છે અને પોતાના ફેફસાને મજબુત કરવા માટે તે વિવિધ પ્રકારની એક્સસાઇઝ પણ કરી રહ્યાં છે. ઘણા લાંબા સમય પછી હોસ્પિટલ દ્વારા આ રીતનું હેલ્થ બુલેટિન બહાર પાડવામાં આવ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion