શોધખોળ કરો
Advertisement
જમ્મુ-કાશ્મીર: શ્રીનગરમાં સુરક્ષાદળો પર આતંકીઓએ ગ્રેનેડ હુમલો કર્યો, CRPFના 6 જવાન ઘાયલ
જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગરના કરન નગર વિસ્તારમાં સુરક્ષાદળોને નિશાન બનાવતા આતંકીઓએ ગ્રેનેડ ફેંકી હુમલો કર્યો છે. આ ગ્રેનેડ હુમલામાં સીઆરપીએફના છ જવાન ઘાયલ થયા છે.
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગરના કરન નગર વિસ્તારમાં સુરક્ષાદળોને નિશાન બનાવતા આતંકીઓએ ગ્રેનેડ ફેંકી હુમલો કર્યો છે. આ ગ્રેનેડ હુમલામાં સીઆરપીએફના છ જવાન ઘાયલ થયા છે. આતંકીઓએ ગ્રેનેડ ફેંકવાની સાથે નાકા પર ઉભેલા પોલીસકર્મીઓ અને સીઆરપીએફના જવાનો પર ફાયરિંગ કર્યું હતું. બાદમાં સુરક્ષાદળોએ પણ વળતું ફાયરિંગ કર્યું હતું. આશરે 15 મિનિટ સુધી ફાયરિંગ ચાલતું રહ્યું હતું. આતંકી હુમલા બાદ વિસ્તારમાં નાકાબંધી કરવામાં આવી છે. આતંકીઓએ આ હુમલાને પોલીસ કંટ્રોલ રૂમથી 200મીટર અંજામ આપ્યો હતો. આતંકીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
પોલીસે જણાવ્યું કે સીઆરપીએફની એક ટીમ સુરક્ષા ચોકી સંભાળી રહી હતી, આ દરમિયાન આતંકીઓએ તેમના પર ગ્રેનેડ ફેંક્યો હતો. આ હુમલામાં 6 જવાન ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર ગ્રેનેડ ખૂબ મોટા અવાજ સાથે ફાટ્યો અને વિસ્તારમાં દહેશતનો માહોલ ફેલાઈ ગયો હતો. અધિકારીઓના અનુસાર સુરક્ષાદળોએ જવાબમાં હવામાં ફાયરિંગ કરી ગોળીઓ ચલાવી હતી.Jammu and Kashmir: 6 CRPF personnel injured in grenade attack by terrorists in Srinagar's Karan Nagar. (Visuals deferred by unspecified time) pic.twitter.com/z0uaozQIkn
— ANI (@ANI) October 26, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
મહેસાણા
Advertisement
gujarati.abplive.com
Opinion