કરૌલીમાં થયેલી હિંસા વચ્ચે બહાદુરી બતાવી 3 લોકોના જીવ બચાવનાર પોલીસ કોન્સટેબલને મળ્યું ઈનામ, સોશિયલ મીડિયામાં થઈ પ્રસંશા
કરૌલીમાં શનિવારે થયેલી હિંસા દુનિયાએ જોઈ પરંતુ આ ઘટનાની હિંસક તસવીરો વચ્ચે એક ફોટો એવો પણ વાયરલ થયો જેણે સાબિત કર્યું કે માનવતા હજી પણ જીવે છે.
દરેક સિક્કાની બે બાજુ હોય છે. એક બાજુ બધાની સામે હોય છે જે બધાને દેખાય છે. જ્યારે બીજી બાજુ તેની પાછળ હોય છે જે બધાને નથી દેખાતી. જો કે, ક્યારેક એવું પણ બને છે કે આ બીજી બાજુ લોકોની સામે આવે છે ત્યારે ખબર પડે છે કે પહેલી બાજુ કરતાં ઘણી સારી છે. કંઈક આવું જ રાજસ્થાનના કરૌલીમાં થયું છે. કરૌલીમાં શનિવારે થયેલી હિંસા દુનિયાએ જોઈ પરંતુ આ ઘટનાની હિંસક તસવીરો વચ્ચે એક ફોટો એવો પણ વાયરલ થયો જેણે સાબિત કર્યું કે માનવતા હજી પણ જીવે છે. હિંસા વચ્ચે પણ માનવતાની જ્યોત ચાલુ રાખનાર આ વ્યક્તિ એટલે રાજસ્થાન પોલીસમાં ફરજ બજાવતા કોન્સટેબલ નેત્રેશ શર્મા. આ પોલીસકર્મીનો ફોટો સોશિયલ મીડિયામાં એટલો વાયરલ થયો કે તેને રાજસ્થાનના મુખ્યમંત્રીએ મોટું ઈનામ પણ આપી દીધું.
નેત્રેશ શર્મા કરૌલી શહેર પોલીસ ચોકીમાં કોન્સટેબલ તરીકે ફરજ બજાવે છે. કરૌલીમાં હિંસા થવાની ઘટના બનતાં જ પોલીસને સુચના મળી અને પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ ઘટનામાં આગજની અને પથ્થરમારો કરવામાં આવી રહ્યો હતો. આ બધાની વચ્ચે કોન્સટેબલ નેત્રેશની નજર એક દુકાન પર પડી જેમાં બે મહિલાઓ અને એક માસુમ બાળકીઓ ફસાયેલી હતી. નેત્રેશે પોતાના જીવની પરવાહ કર્યા વગર દુકાનમાં અંદર કૂદી ગયા અને બંને મહિલાઓ અને બાળકીને બહાર કાઢી હતી. આ દરમિયાન નાની બાળકીને પોતાના ખોળામાં ઉંચકી લઈને જતા નેત્રેશ શર્માનો ફોટો કોઈએ ક્લિક કરી લીધો હતો. અને આ જ ફોટો બાદમાં સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો.
"तम में प्रकाश हूँ,
— Sukirti Madhav Mishra (@SukirtiMadhav) April 4, 2022
कठिन वक़्त की आस हूँ।"
So proud of constable Netresh Sharma of Rajasthan Police for saving a precious life. This picture is in deed worth a thousand words.. pic.twitter.com/U2DMRE3EpR
પોલીસ કોન્સટેબલ નેત્રેશ શર્માનો આ ફોટો ખૂબ વાયરલ થયો ત્યારે રાજસ્થાન સરકાર પણ હરકતમાં આવી ગઈ હતી. મુખ્યમંત્રી અશોક ગહેલોતે નેત્રેશની ઘણી પ્રસંશા કરી અને સાથે જ ઈનામ પણ આપ્યું. ગહેલોતે નેત્રેશને પ્રમોશન આપીને હેડ કોન્સટેબલ બનાવવાની જાહેરાત પણ સોશિયલ મીડિયામાં કરી હતી.
करौली में अपना कर्तव्य निभाते हुए 4 लोगों की जान बचाने वाले कांस्टेबल श्री नेत्रेश शर्मा से फोन पर बात कर उन्हें शाबासी दी। श्री नेत्रेश को हेड कांस्टेबल के पद पर पदोन्नत करने का निर्णय किया है। अपनी जान की परवाह ना कर कर्तव्य निभाने वाले श्री नेत्रेश का कार्य प्रशंसनीय है। pic.twitter.com/3p4ekYNYhn
— Ashok Gehlot (@ashokgehlot51) April 4, 2022