Explained: પ્રોફેસરે ખીચો ખીચ ભરેલા ક્લાસરૂમમાં વિદ્યાર્થીને કહ્યો આતંકી 'કસાબ', થઈ જોવા જેવી
લગભગ 45 સેકન્ડના વિડિયોની શરૂઆત વિદ્યાર્થીદ્વારા વિરોધ કવાના ભાગથી થાય છે. વીડિયોમાં 'કસાબ' નામ સંભળાતું નથી પરંતુ રિપોર્ટ્સ અનુસાર જ્યારે વિદ્યાર્થીએ તેનું નામ પૂછ્યું તો શિક્ષકે...
MIT Teacher Calls Student Terrorist Explained: કર્ણાટકના ઉડુપીમાં MITના પ્રોફેસરે કથિત રીતે વિદ્યાર્થીને આતંકવાદી કસાબના નામથી બોલાવ્યો હતો. વિદ્યાર્થીએ પ્રોફેસરના કથિત વાંધાજનક વર્તન સામે વાંધો ઉઠાવ્યો હતો. જ્યારે વિદ્યાર્થીએ વિરોધ કર્યો તો પ્રોફેસરે બાકીના વિદ્યાર્થીઓની સામે 'સોરી' કહ્યું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
લગભગ 45 સેકન્ડના વિડિયોની શરૂઆત વિદ્યાર્થીદ્વારા વિરોધ કવાના ભાગથી થાય છે. વીડિયોમાં 'કસાબ' નામ સંભળાતું નથી પરંતુ રિપોર્ટ્સ અનુસાર જ્યારે વિદ્યાર્થીએ તેનું નામ પૂછ્યું તો શિક્ષકે કહ્યું, "ઓહ, તમે કસાબ જેવા છો".
વર્ષ 2008માં 14 વર્ષ પહેલા પાકિસ્તાનથી આવેલા 10 આતંકીઓમાંના એક એવા કસાબે મુંબઈની ધરતી લોહીલુહાણ કરી હતી. 26 નવેમ્બર, 2008 ના રોજ, પાકિસ્તાન સમર્થિત ભયાનક આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના 10 આતંકવાદીઓએ મુંબઈમાં આતંકવાદી હુમલો કર્યો હતો જે ચાર દિવસ સુધી ચાલુ રહ્યો હતો અને 166 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હતો. 10 આતંકવાદીઓમાંથી મોહમ્મદ અજમલ અમીર કસાબ એકમાત્ર જીવતો પકડાયેલો આતંકવાદી હતો, જેને 21 નવેમ્બર 2012ના રોજ યરવડા જેલમાં પુણે, મહારાષ્ટ્રમાં ફાંસી આપવામાં આવી હતી.
MITએ ઘટનાની નોંધ લીધી
આ પ્રકારે 'આતંકવાદી' ના નામથી બોલાવવા પર વિદ્યાર્થી નારાજ થઈ ગયો અને તેણે શિક્ષકને પૂછ્યું હતું કે, શું તે તેના દિકરાને કોઈ આતંકવાદી નામથી બોલાશે? વાયરલ વિડિયોમાંની ઘટના થોડા દિવસો પહેલા બની હતી પરંતુ સંસ્થાએ સોમવારેના રોજ આ મામલાની સ્વતઃ નોંધ લીધી હતી અને પ્રોફેસર સામેની આંતરિક તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ભણાવવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. અહેવાલ અનુસાર વિદ્યાર્થી અને તેના પરિવાર દ્વારા પોલીસ અથવા કોલેજમાં આ બાબતે કોઈ લેખિત ફરિયાદ કરવામાં આવી નથી.
જે પ્રોફેસર પર વિદ્યાર્થીને આતંકવાદી કહેવાનો આરોપ છે તે MITના સિવિલ એન્જિનિયરિંગ વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છે. વીડિયોમાં વિદ્યાર્થી પ્રોફેસરનો વિરોધ કરતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન બાકીના વિદ્યાર્થીઓ શાંતિથી બેઠેલા જોવા મળે છે. પ્રોફેસર તેમના નિવેદનને 'મજાક' તરીકે યોગ્ય ઠેરવતા જોવા મળે છે.
વીડિયોમાં દેખાતો વિદ્યાર્થી કહે છે, "26/11 મજાક ન હતી, આ દેશમાં મુસ્લિમ હોવું અને દરરોજ આવી બાબતોનો સામનો કરવો એ મજાક નથી." વિદ્યાર્થી આમ કહેતા જ પ્રોફેસર માફી માંગી લે છે. વિદ્યાર્થી કહે છે કે, તમારા દ્વારા માફી માંગી લેવાથી તમે શું વિચારી રહ્યાં છો અને તમને શું દેખાય છે તે બદલાઈ જતુ નથી. વીડિઓની શરૂઆતમાં વિદ્યાર્થી "અપમાનજનક રીતે કરવામાં આવેલી વાત'નો ઉલ્લેખ કરતો જોવા મળે છે.
વિદ્યાર્થી અને પ્રોફેસર વચ્ચેની વાતચીતના અંશ (વીડિયો પ્રમાણે)
વિદ્યાર્થી- ...(અસ્પષ્ટ) આટલી હદે અપમાનજનક રીતે.
પ્રોફેસર- તુ મારા બાળક જેવો જ છે.
વિદ્યાર્થી- ના, જો મારા પિતાએ આવું કહ્યું હોત તો મેં તેમની વાત પણ સાંભળી ન હોત. (બેકગ્રાઉન્ડમાંથી હાસ્ય સંભળાય છે.)
પ્રોફેસર - મજાકની વાત છે.
વિદ્યાર્થી- ના, એવું નથી સાહેબ, 26/11 મજાક ન હતી... (અસ્પષ્ટ).. આ દેશમાં મુસ્લિમ હોવું અને દરરોજ આવી બાબતોનો સામનો કરવો એ મજાક નથી.
પ્રોફેસર - તુ મારા દિકરા જેવો છે.
વિદ્યાર્થી- ના-ના શું તમે તમારા દીકરા સાથે આવી રીતે વાત કરો? શું તમે તેને આતંકવાદી કહેશો?
પ્રોફેસર - ના.
વિદ્યાર્થી - ખલ્લાસ. ક્લાસમાં આટલા બધા લોકોની સામે મે મને આમ કહીને કેવી રીતે બોલાવી શકે?
પ્રોફેસર- માફ કરશો, મેં કહ્યું...
વિદ્યાર્થી- તમે પ્રોફેશનલ છો, ભણાવી રહ્યા છો, તમે મને આ રીતે બોલાવી ના શકો.
પ્રોફેસર- મેં કહ્યું ને.... માફ કરો.
વિદ્યાર્થી- સોરી કહેવાથી એ વાત બદલાઈ નથી જતી કે તમે કેવું વિચારો છો અને તમે શું જુઓ છો.