શોધખોળ કરો

જનરલ રાવતે મધ્ય પ્રદેશ કોંગ્રેસના ક્યા ટોચના નેતાની પુત્રી સાથે કરેલાં લગ્ન ? સસરા રાજવી પરિવારના હતા...

જનરલ બિપિન રાવત ભારતીય લશ્કરના વડા રહી ચૂક્યા હતા પણ તેમના અંગત જીવન વિશે બહુ ઓછી માહિતી બહાર આવે છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતનું સાસરું શહડોલ જિલ્લાના સોહાગપુરમાં છે.

નવી દિલ્લીઃ તમિલનાડુના કુનૂરના જંગલોમાં બુધવારે બપોરે 12:20 વાગ્યે ભારતીય લશ્કરના  હેલિકોપ્ટર ક્રેશમાં દેશના પહેલા ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ બિપિન રાવત અને તેમનાં પત્ની મધુલિકાનું નિધન થયું છે.

જનરલ બિપિન રાવત ભારતીય લશ્કરના વડા રહી ચૂક્યા હતા પણ તેમના અંગત જીવન વિશે બહુ ઓછી માહિતી બહાર આવે છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતનું સાસરું શહડોલ જિલ્લાના સોહાગપુરમાં છે. રાવતનાં પત્ની મધુલિકા સિંહ રીયાસતદાર કુંવર મૃગેન્દ્ર સિંહનાં વચલાં પુત્રી હતાં અને રાજવી પરિવારમાંથી આવનતાં હતાં.  મધુલિકાનું બાળપણ રાજાબાગ નજીક પૈતૃક ઘર સોહાગપુર ગઢીમાં વિત્યું હતું.મધુલિકા રાવત ગ્વાલિયરની સિંધિયા સ્કૂલનાં વિદ્યાર્થિની રહ્યાં છે. જનરલ રાવત લશ્કરના વડા બન્યા બાદ જનરલ રાવતની સાથે મધુલિકા રાવત  3 વર્ષ પહેલાં જ સિંધિયા સ્કૂલના એક કાર્યક્રમમાં ભાગ લેવા ગ્વાલિયર ગયાં હતાં. તેમણે વધુ અભ્યાસ લખનઉ અને દિલ્હીમાં કર્યો છે.

મધુલિકાના લગ્ન જનરલ બિપિન રાવત  સાથે 1985માં થયાં હતાં. મધુલિકાના પિતા મૃગેન્દ્ર સિંહ કોંગ્રેસના ટોચના નેતા હતા. સોહાગપુરથી કોંગ્રેસની ટિકિટ પર બે વખત ધારસભ્ય તરીકે ચૂંટાયા હતા. મૃગેન્દ્ર સિંહ 1967 અને 1972માં એણ બે વાર ધારાસભ્ય રહ્યા છે.દિલ્હી યુનિવર્સિટીમાંથી મનોવૈજ્ઞાનિકનો અભ્યાસ કરનારાં મધુલિકા રાવત આર્મી વાઈવ્સ વેલ્ફેર એસોસિયેશન (AWWA)નાં પ્રેસિડેન્ટ હતાં. મધુલિકા રાવત લશ્કરના જવાનોની પત્ની, બાળકો અને આશ્રિતોને આનંદ મળી રહે એ માટે કામ કરતાં હતાં. સાથે સાથે જવાનોની વિધવાઓના અધિકારો માટે પણ સતત કાર્યરત હતાં.

મેરઠ યુનિવર્સિટીમાંથી ડોકટરેટની ડીગ્રી મેળવનાર રાવતનો ઈન્દોર સાથે પણ ગાઢ સંબંધ રહ્યો છે. તેઓ મહુમાં પોતાની સેવા આપી ચૂક્યા છે. તેમણે ડીફેવ્સ અને મેનેજમેન્ટ વિષયમાં એમ.ફિલ.ની ડીગ્રી ઈન્દોરના દેવી અહિલ્યા યુનિવર્સિટીમાંથી મેળવી હતી.મધુલિકા સિંહના ભાઈ યશવર્ધન સિંહે જણાવ્યું હતું કે, 10 દિવસ પહેલાં જ તેમણે બનેવી જનરલ રાવત સાથે વાત કરી હતી. આ વાતચીત વખતે જનરલ રાવતે જાન્યુઆરી 2022માં શહડોલ આવવાનો વાયદો કર્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નરવણે બુક વિવાદ: રાહુલ ગાંધીના દાવા પર પબ્લિશરનો મોટો ખુલાસો, જનરલ નરવણેએ એક લાઈનમાં આપ્યો જવાબ

10 વર્ષનો રેકોર્ડ તૂટશે! ફેબ્રુઆરીમાં ગરમીને લઈને પરેશ ગોસ્વામીની મોટી આગાહી; જાણો તાપમાન કેટલું રહેશે?

Bangladesh: મતદાનના 48 કલાક પહેલા લોહીયાળ ખેલ; 62 વર્ષીય હિન્દુ વેપારીની દુકાનમાં કરપીણ હત્યા

રાજ્યની 09 APMCમાં ચૂંટણી યોજવાનો રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, જાણો કયા જિલ્લામાં યોજાશે ચૂંટણી?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગબ્બરે તલવાર કરી મ્યાન
Hun To Bolish : હું તો બોલીશ : પાર્ટનર બનાવતા રાખજો ધ્યાન
Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતમાં પતિદેવો પર પ્રતિબંધ
OM Birla : અવિશ્વાસ પ્રસ્તાવ પર નિર્ણય સુધી સંસદમાં નહીં જાય લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા
Gold Silver Price Hike : સોના-ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે વધારો, આજે કેટલો વધ્યો ભાવ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નરવણે બુક વિવાદ: રાહુલ ગાંધીના દાવા પર પબ્લિશરનો મોટો ખુલાસો, જનરલ નરવણેએ એક લાઈનમાં આપ્યો જવાબ
નરવણે બુક વિવાદ: રાહુલ ગાંધીના દાવા પર પબ્લિશરનો મોટો ખુલાસો, જનરલ નરવણેએ એક લાઈનમાં આપ્યો જવાબ
10 વર્ષનો રેકોર્ડ તૂટશે! ફેબ્રુઆરીમાં ગરમીને લઈને પરેશ ગોસ્વામીની મોટી આગાહી; જાણો તાપમાન કેટલું રહેશે?
10 વર્ષનો રેકોર્ડ તૂટશે! ફેબ્રુઆરીમાં ગરમીને લઈને પરેશ ગોસ્વામીની મોટી આગાહી; જાણો તાપમાન કેટલું રહેશે?
Bangladesh: મતદાનના 48 કલાક પહેલા લોહીયાળ ખેલ; 62 વર્ષીય હિન્દુ વેપારીની દુકાનમાં કરપીણ હત્યા
Bangladesh: મતદાનના 48 કલાક પહેલા લોહીયાળ ખેલ; 62 વર્ષીય હિન્દુ વેપારીની દુકાનમાં કરપીણ હત્યા
રાજ્યની 09 APMCમાં ચૂંટણી યોજવાનો રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, જાણો કયા જિલ્લામાં યોજાશે ચૂંટણી?
રાજ્યની 09 APMCમાં ચૂંટણી યોજવાનો રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, જાણો કયા જિલ્લામાં યોજાશે ચૂંટણી?
ચાંદી ₹2.64 લાખ અને સોનું ₹1.60 લાખ: એક જ દિવસમાં ચાંદીમાં ₹7,500નો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ ભાવ

સાવધાન! 20 ફેબ્રુઆરીથી બદલાશે ઇન્ટરનેટના નિયમો: AI ફોટો અને વીડિયો હવે વોટરમાર્ક વગર મૂકી શકાશે નહીં

GSEB Exam 2026: ધો. 10 અને 12ની આગામી પરીક્ષા માટે હેલ્પલાઇન નંબર જાહેર

Gujarat School Exam: ધો. 3 થી 8 ની પરીક્ષા 6 એપ્રિલથી શરૂ; ટાઈમ ટેબલ અને પેપર સ્ટાઈલ જાહેર

Embed widget