કોરોના કાળમાં અપનાવો આયુર્વેદના આ ઉપાય, સંક્રમણ સામે લડવામાં કરશે મદદ અને મજબૂત બનાવશે ઈમ્યૂન સિસ્ટમ
કોરોના કાળમાં ડોક્ટરો અને વૈજ્ઞાનિકોનો દાવો છે કે ઈમ્યુનિટી નબળી (Weak Immunity) હોવાના કારણે કોરનાનો ખતરો વધી જાય છે. જે લોકોની રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય તેઓ ઝડપથી સંક્રમણનો ભોગ બને છે. બીમારી સામે લડવા માટે રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હોવી ઘણી જરૂરી છે.
કોરોનાના કારણે દેશમાં હજારો લોકો જીવ ગુમાવી ચુક્યા છે. જો તમારી રોગ પ્રતિકારક શક્તિ સારી હશે તો કોરોનાથી બચી શકશો. દેશમાં કોરોના મહામારીની બીજી લહેર (Coronavirus Second Wave) ફરી વળી છે. કોરોના કાળમાં ડોક્ટરો અને વૈજ્ઞાનિકોનો દાવો છે કે ઈમ્યુનિટી નબળી (Weak Immunity) હોવાના કારણે કોરનાનો ખતરો વધી જાય છે. જે લોકોની રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય તેઓ ઝડપથી સંક્રમણનો ભોગ બને છે. બીમારી સામે લડવા માટે રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હોવી ઘણી જરૂરી છે.
અપનાવો આ આયુર્વેદિક ટિપ્સ
-વાયરસના પ્રભાવથી બચવા નિયમિત હુંફાળું પાણી પીવું જોઈએ.
-શરીરના ઈમ્યૂન સિસ્ટમને તંદુરસ્ત રાખવા માટે આંબળા, એલોવેરા, ગિલોય, લીંબૂનું જ્યૂસ પીવું જોઈએ.
-રોગ પ્રતિકારક ક્ષમતા વધારવા ગરમ પાણીમાં તુલસી રસના કેટલાંક ટીપા નાંખીને પી શકાય છે.
- ગરમ દૂધમાં હળદર મિક્સ કરીને પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.
- ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવવા નિયમિત રીતે તુલસીના પાંચ પાંદડા, 4 મરી, 3 લવિંગ અને એક ચમચી આદુનો રસ મધ સાથે લો.
- જો તમે ચા પીવાના શોખીન હો તો નિયમિત રીતે 10 થી 15 તુલસીના પાન, ફૂદીના, આદુ નાંખીને બનાવેલી ચા પીવી જોઈએ. જે તમને રોગોથી બચાવવામાં મદદ કરશે.
- આ ઉપરાંત કોરોના વાયરસથી બચવા માટે સ્વાસ્થ્ય મંત્રાલયે આપેલા દિશા નિર્દેશોનું પણ પાલન કરવું જોઈએ.
શું તમને ખબર છે તમારી ઈમ્યુનિટી મજબૂત છે કે નબળી ? આ રીતે કરો ચેક
Coronavirus: કોરોનાની ઝપેટમાં આવવાથી બચવું છે ? કરો આ 10 કામ
Coronavirus: કોરોના સામે લડવા માટે રોગ પ્રતિકારક શક્તિ બનાવો મજબૂત, કરો આ ચીજો
Corona Immunity Booster : કોરોનાની ઝપેટમાં આવવાથી બચાવવામાં મદદગાર છે આ આયુર્વેદિક જડી બુટ્ટી