શોધખોળ કરો

Coronavirus: કોરોનાની ઝપેટમાં આવવાથી બચવું છે ? કરો આ 10 કામ

છેલ્લા થોડા દિવસોથી રોજના ત્રણ લાખથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. જો તમે પોતાને ઘરમાં સુરક્ષિત માની રહ્યા હો તો ભૂલ છે. તમે ઘરમાં હોવા છતાં સંક્રમણનો શિકાર બની શકો છે. ઘરનો કોઈ વ્યક્તિ બહાર જાય તો તેની બેદરકારીથી સમગ્ર પરિવાર સંક્રમિત થઈ શકે છે. સીડીસીએ ખુદને અને તમારા ઘરને કોરોનાથી દૂર રાખવા કેટલીક ટિપ્સ બતાવી છે જેને ફોલો કરવી જોઈએ.

કોરોના વાયરસની બીજી લહેર (Coronavirus Second Wave) ભારતમાં ભયંકર રીતે ફરી વળી છે. છેલ્લા થોડા દિવસોથી રોજના ત્રણ લાખથી વધારે (Corona Cases in India) કેસ નોંધાઈ રહ્યા છે. જો તમે પોતાને ઘરમાં સુરક્ષિત માની રહ્યા હો તો ભૂલ છે. તમે ઘરમાં હોવા છતાં સંક્રમણનો શિકાર બની શકો છે. ઘરનો કોઈ વ્યક્તિ બહાર જાય તો તેની બેદરકારીથી સમગ્ર પરિવાર સંક્રમિત થઈ શકે છે. સીડીસીએ ખુદને અને તમારા ઘરને કોરોનાથી દૂર રાખવા કેટલીક ટિપ્સ બતાવી છે જેને ફોલો કરવી જોઈએ.

માસ્ક યોગ્ય રીતે પહેરોઃ ઘરથી બહાર નીકળતી વખતે માસ્ક યોગ્ય રીતે પહેરો. મોં અને નાક બરાબર ઢંકાયેલા હોવા જોઈએ. ઉપરાંત ચહેરા પર સારી રીતે ફિટ થયેલું હોવું જોઈએ. જો કપડાંના માસ્કનો ઉપયોગ કરતાં હો તો રોજ સાબુથી ધોવું જોઈએ.

છ ફૂટનું અંતર રાખોઃ ભીડભાડ વાળી જગ્યાએ જવાથી બચો. લોકોથી ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર જાળવવાની કોશિશ કરો. તમે જેટલા લોકોના વધારે સંપર્કમાં આવશો તેટલો સંક્રમિત થવાનો ખતરો વધશે.

યોગ્ય રીતે હાથ ધોવોઃ બહારથી આવ્યા બાદ સારી રીતે સાબુ અને પાણીથી 20 સેંકડ સુધી હાથ ધોવો. પાણી ન હોય તો 60 ટકા આલ્કોહોલવાળા સેનિટાઇઝરથી સમયાંતરે હાથ સાફળ કરતાં રહો. બહાર જતી વખતે મોં, આંખ અને નાકને સ્પર્શ કરવાનું ટાળો.

છીંક અને ઉધરસ વખતે મોં ઢાંકી લોઃ જો તમે માસ્ક ન પહેર્યું હોય તો છીંકતી કે ખાંસી ખાતી વખતે ટિશ્યૂથી મોં અને નાક ઢાંકી લો. આ ઉપરાંત કોણીથી પણ મોં કવર કરી લો.માસ્ક પહેર્યું હોય અને છીંક કે ખાંસી આવે તો તરત માસ્ક બદલી નાંખો.

ઘરને આ રીતે કરો સાફઃ જો તમે બહાર આવતા-જતા હો તો દરવાજા, સ્વિચ બોર્ડ, ફોન, કીબોર્ડ, ટોયલેટ, નળ, સિંકને રોજ સાફ કરો. તેને ક્લીન કરવા ડિસઈંફેક્ટેડ પ્રોડક્ટનો ઉપયોગ કરી શકો છો.

ઘરે આવીને સ્નાન કરી લોઃ જો તમે ઓફિસ કે અન્ય કામથી બહાર જાવ છો તો ઘરે આવીને  કોઈ ચીજને સ્પર્શ ન કરો. સૌથી પહેલા કોઈને મળ્યા વગર બાથરૂમમાં જઈને સ્નાન કરી લો.

બાળકો અને વડીલોથી દૂર રહોઃ બહારથી આવ્યા બાદ બાળકો અને વડીલોથી દૂર રહો. કોઈ બીમાર વ્યક્તિને મળતી વખતે વિશેષ સાવધાની રાખો.

શેરિંગથી બચોઃ જો તમે ઓફિસ કે બહાર કોઈ કામથી જાવ છો તો પોતાની ચીજો એક-બીજા સાથે શેર કરવાથી બચો. ખાસકરીને પોતાના ગ્લાસ, કપ, પ્લેટ, કપડાં અને ટુવાલ જેવી ચીજો બિલકુલ શેર ન કરો.

હેલ્થનું ધ્યાન રાખોઃ જો તમારે બહાર જવાનું થતું હોય તો હેલ્થનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. શરદી, ખાંસી, શ્વાસ લેવામાં મુશ્કેલી કે પછી કોવિડ-19ના કોઈ લક્ષણ દેખાય તો તરત અન્ય લોકોને ખુદથી અલગ કરી લો.

તાવ અને ઓક્સિજન ચેક કરોઃ જો તમે કોવિડ-19થી સંક્રમિત થયા હો તો નિયમિત રીતે ટેમ્પરેચર ચેક કરો. દિવસમાં ત્રણ વખત ઓક્સિજન લેવલ તપાસો. દિવસમાં ઓછામાં ઓછી ત્રણ વખત નાસ લો અને ડોક્ટરન સાલહ પર દવા લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch News : કચ્છ જિલ્લામાં શિક્ષકોની બદલીનો વિવાદ વધુ વકર્યોHun To Bolish : હું તો બોલીશ :  ડમ્પરની કેમ બ્રેક ફેઈલ?Hun To Bolish : હું તો બોલીશ : કોણે કોણે ઢીંચ્યો દારૂ?Surat News: સુરતમાં વધુ એક ડિજીટલ એરેસ્ટની ઘટના, વેસુના વૃદ્ધને પોલીસકર્મીની ઓળખ આપી 1.71 કરોડ પડાવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Embed widget