વિશ્વના ક્યા દેશમાં મહિલાઓને અત્યારે પ્રેગનન્ટ નહીં થવા કરાઈ અપીલ, ભારતમાં પણ આ વાત કેમ લાગુ પડી શકે ?
એક્સપર્ટના કહેવા મુજબ ભારતમાં નવી લહેર ગત વર્ષની તુલનામાં ઝડપથી ફેલાઈ રહી છે. કારણકે ગયા વર્ષે મોટાભાગે વૃદ્ધો જ સંક્રમિત થયા હત. જોકે ચાલુ વર્ષે દર્દીઓમાં બાળકો અને ગર્ભવતી મહિલાઓની સંખ્યા વધારે છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે. છેલ્લા પાંચ દિવસથી બે લાખથી વધુ કેસ આવી રહ્યા છે. પીએમ મોદીએ ભલે લોકડાઉન નહીં નાંખવામાં આવે તેમ કહ્યું હોય પણ સ્થિતિ વણસતી જાય છે. ભારત હાલ કોરોના વાયરસની બીજી લહેરમાંથી પસાર થઈ રહ્યું છે.
બ્રાઝિલમાં કોરોનાનો કહેર આતંક વરસાવી રહ્યો છે અને ટપોટપ લોકો મોતને ઘાટ ઊતરી રહ્યા છે. સ્થિતિ એવી છે કે કબ્રસ્તાનમાં સતત કબર ખોદવાનું કામ ચાલુ છે. એવામાં બ્રાઝિલના આરોગ્ય વિભાગે ખાસ પત્રકાર પરિષદ યોજીને મહિલાઓને અપીલ કરી છે કે પ્લીઝ, કોરોનાકાળમાં ગર્ભવતી થવાનું ટાળશો. વિચિત્ર એવી આ અપીલ એટલા માટે કરવામાં આવી છે કે બ્રાઝિલના આરોગ્ય વિભાગના અધિકારીના અનુસાર, બ્રાઝિલમાં હાલ જે કોરોનાવાયરસનો નવો વેરિયેન્ટ ફેલાયો છે એ ગર્ભવતી મહિલાઓને આક્રમક રીતે નિશાન બનાવી શકે એવી શક્યતા છે. આરોગ્ય અધિકારી રાફેલ પેરેન્ટે કહ્યું હતું કે અગાઉના કોરોનાવાયરસ વેરિયેન્ટ કરતાં નવો વેરિયેન્ટ ખૂબ ખતરનાક છે.
એક્સપર્ટના કહેવા મુજબ ભારતમાં નવી લહેર ગત વર્ષની તુલનામાં ઝડપથી ફેલાઈ રહી છે. કારણકે ગયા વર્ષે મોટાભાગે વૃદ્ધો જ સંક્રમિત થયા હત. જોકે ચાલુ વર્ષે દર્દીઓમાં બાળકો અને ગર્ભવતી મહિલાઓની સંખ્યા વધારે છે. જેના કારણે આ વાત ભારતને પણ લાગુ પડી શકે છે. જોકે હજુ સુધી આ અંગે કોઈ નિવેદન સામે આવ્યું નથી.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,73,180 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 1619 લોકોના મોત થયા છે. જે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક છે. જોકે 24 કલાકમાં 1,44,178 લોકો ઠીક પણ થયા છે.
કુલ કેસ- એક કરોડ 50 લાખ 61 હજાર 919
કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 29 લાખ 53 હજાર 821
કુલ એક્ટિવ કેસ - 19 લાખ 29 હજાર 329
કુલ મોત - 1 લાખ 78 હજાર 769
12 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 12 કરોડ 38 લાખ 52 હજાર 566 ડોઝ આપવામાં આવ્યા છે.
કોરોનાના આંકડામાં આવી રહેલો આ ઉછાળો ખૂબ જ ચિંતાજનક છે. મહારાષ્ટ્ર બાદ હવે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં પણ કોરોનાના રેકોર્ડ કેસ નોંધાઈ રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે ભારતમાં કોવિડ-19ના દૈનિક કેસમાંથી 82 ટકાથી વધુ કેસ 10 રાજ્યોમાંથી જ છે. તેમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી, મધ્ય પ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ગુજરાત અને રાજસ્થાનનો સમાવેશ થાય છે.
દેશમાં છેલ્લા 4 દિવસમાં નોંધાયેલા કેસ
18 એપ્રિલઃ 2,61,500
17 એપ્રિલઃ 2,34,692
16 એપ્રિલઃ 2,17,353
15 એપ્રિલઃ 2,00,739