શોધખોળ કરો
Advertisement
એમ્ફાન વાવાઝોડું: કોલકાતાના એરપોર્ટમાં ભરાઈ ગયા પાણી, જુઓ વીડિયો
કોલકાતા અને તેની આસપાસના વિસ્તારમાં 120 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો.
કોલકાતાઃ એમ્ફાન વાવાઝોડાના કારણે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં સૌથી વધારે અસર થઈ છે. વાવાઝોડાથી બંગાળમાં આશરે 12 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. અનેક કાચા મકાનોને મોટા પાયે નુકસાન થયું છે અને હજારો વૃક્ષ જમીનદોસ્ત થઈ ગયા છે.
કોલકાતા અને તેની આસપાસના વિસ્તારમાં 120 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. જ્યારે સાંજે 7.20 કલાકે સ્પીડ 133 કિમી પ્રતિ કલાક નોંધાઈ હતી. એમ્ફાનના કારણે ભારે વરસાદ પડવાના કારણે અનેક જગ્યાએ જળબંબાકાની સ્થિતિ સર્જાઈ હતી.
વાવાઝોડાના કારણે કોલકાતાના એરપોર્ટમાં પાણી ભરાઈ ગયું હતું અને કેટલાક હિસ્સાને પણ નુકસાન પહોંચ્યું હતું. હાલ કાર્ગો અને બચાવ સંબંધિત ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એમ્ફાનથી આશરે એક લાખ કરોડ રૂપિયાના નુકસાનની આશંકા વ્યક્ત કરી છે.#WATCH West Bengal: A portion of Kolkata Airport flooded in wake of #CycloneAmphan pic.twitter.com/28q5MdqoD2
— ANI (@ANI) May 21, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દુનિયા
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion