શોધખોળ કરો

Kolkata Rape-Murder Case: રેપ મર્ડર કેસમાં સુપ્રીમ કોર્ટનો આદેશ, પીડિતાની તસવીરો સોશિયલ મીડિયા પરથી હટાવવી પડશે

કોલકાતામાં ડોક્ટર સાથે રેપ અને હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે મોટો આદેશ આપ્યો છે. એક અરજી પર સુનાવણી કરતા કોર્ટે પીડિતાની તમામ તસવીરો સોશિયલ મીડિયા પરથી હટાવવાનો આદેશ આપ્યો છે.

નવી દિલ્હી:  કોલકાતામાં ડોક્ટર સાથે રેપ અને હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે મોટો આદેશ આપ્યો છે. એક અરજી પર સુનાવણી કરતા કોર્ટે પીડિતાની તમામ તસવીરો સોશિયલ મીડિયા પરથી હટાવવાનો આદેશ આપ્યો છે. અરજદારે કહ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ રેપ પીડિતાની ઓળખ જાહેર કરી શકાય નહીં. તેમ છતાં પીડિતાની તસવીર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર છે. જે બાદ CJIએ તેને હટાવવાનો આદેશ આપ્યો છે.

સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે ડૉક્ટરનો ફોટો અને તેમના પરિવારની ઓળખ જાહેર કરવાથી પરિવારની પ્રતિષ્ઠાને અસર થઈ રહી છે. મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મની સાથે સાથે કેન્દ્ર સરકારના ઘણા મંત્રાલયોને પણ અરજીમાં પક્ષકાર બનાવવામાં આવ્યા હતા. અગાઉ, કલકત્તા હાઈકોર્ટે લોકોને પીડિતાની ઓળખ જાહેર ન કરવાની અપીલ કરી હતી અને તેમને સોશિયલ મીડિયા પર ફોટો શેર કરવાનું ટાળવા કહ્યું હતું.

સુપ્રીમ કોર્ટે ડોકટરો માટે નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરી છે 

અગાઉ, સુપ્રીમ કોર્ટે સ્વત સંજ્ઞાન લીધું હતું અને આજે કોલકાતા ઘટના કેસની સુનાવણી કરી હતી. કોર્ટે ઘટના સાથે જોડાયેલા અનેક પાસાઓ પર સવાલો ઉઠાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે ઘટનાની તપાસ કરી રહેલી સીબીઆઈ પાસેથી 22 ઓગસ્ટ સુધીમાં સ્ટેટસ રિપોર્ટ માંગ્યો છે. આ સાથે હોસ્પિટલોમાં ડોક્ટરોની સુરક્ષા માટે નેશનલ ટાસ્ક ફોર્સ બનાવવાના આદેશ પણ આપવામાં આવ્યા છે.

પ્રિન્સિપાલની પુનઃ નિમણૂક પર ઉઠ્યા સવાલ

આજની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે એવું લાગે છે કે ગુનાની વહેલી સવારે ખબર પડી હતી, પરંતુ મેડિકલ કોલેજના પ્રિન્સિપાલે તેને આત્મહત્યા કહેવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે કોર્ટે કહ્યું કે જ્યારે આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પ્રિન્સિપાલની વર્તણૂકની તપાસ ચાલી રહી છે, તો પછી તેમને તાત્કાલિક અન્ય કોલેજમાં કેવી રીતે નિયુક્ત કરવામાં આવ્યા.

'દેશવ્યાપી વિરોધોએ દરેકનું ધ્યાન આ મુદ્દા તરફ દોર્યું' 

મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની ત્રણ ન્યાયાધીશોની બેન્ચે જણાવ્યું હતું કે આ ઘટના બાદ રાષ્ટ્રવ્યાપી વિરોધોએ ડોકટરો માટે સંસ્થાકીય સુરક્ષાના અભાવના મુદ્દા પર દરેકનું ધ્યાન દોર્યું છે. કોર્ટે કહ્યું કે મેડિકલ એસોસિએશને આ મુદ્દો સતત ઉઠાવ્યો છે. 

'અમે ડૉક્ટરોની સુરક્ષાને લઇને ચિંતિત' 

સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે કહ્યું કે આ માત્ર હત્યાનો મામલો નથી. અમે ડૉક્ટરોની સુરક્ષાને લઈને ચિંતિત છીએ. બેન્ચે કહ્યું કે મહિલાઓને સુરક્ષાથી વંચિત રાખવામાં આવી રહી છે. ખંડપીઠે પૂછ્યું કે આવા સંજોગોમાં ડૉક્ટરો કેવી રીતે કામ કરશે. અમે જોયું છે કે ઘણી જગ્યાએ તેમના માટે આરામ ખંડ પણ નથી.

આરજી કર મેડિકલ કૉલેજના સેમિનાર હૉલમાં 9 ઓગસ્ટની મધ્યરાત્રિએ એક તાલીમાર્થી મહિલા ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યા કરવામાં આવી હતી. બીજા દિવસે સવારે તેનો મૃતદેહ મળી આવ્યો હતો, ત્યારબાદ ડૉક્ટરો વિરોધ કરી રહ્યા છે. કલકત્તા હાઈકોર્ટે આ કેસની તપાસ બંગાળ પોલીસ પાસેથી સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ને ટ્રાન્સફર કરી છે. કલકત્તા હાઈકોર્ટ પહેલાથી જ આ કેસમાં સામેલ છે તે હકીકતને ધ્યાનમાં રાખીને સર્વોચ્ચ અદાલતે સુઓ મોટુ સંજ્ઞાન લીધું છે. દેશભરમાં ચાલી રહેલા વિરોધ, ખાસ કરીને ડૉકટરો અને તેમની ચિંતાઓને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટ ન્યાયિક તપાસનો વ્યાપ વિસ્તૃત કરી શકે છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mysterious Epidemic: કચ્છમાં ભેદી બીમારીથી હાહાકાર, મૃત્યુઆંક 17એ પહોંચ્યો, મંત્રીઓની મુલાકાતો શરૂ...
Mysterious Epidemic: કચ્છમાં ભેદી બીમારીથી હાહાકાર, મૃત્યુઆંક 17એ પહોંચ્યો, મંત્રીઓની મુલાકાતો શરૂ...
Gandhinagar: દારૂબંધી મામલે પોલીસ અધિકારીઓને સરકારની ખુલ્લી ‘છૂટ’, હવે અઢી લાખથી વધુનો વિદેશી દારૂ પકડાય તો જ થશે કાર્યવાહી
Gandhinagar: દારૂબંધી મામલે પોલીસ અધિકારીઓને સરકારની ખુલ્લી ‘છૂટ’, હવે અઢી લાખથી વધુનો વિદેશી દારૂ પકડાય તો જ થશે કાર્યવાહી
Ambaji Maha Melo: અંબાજીમાં આજથી મહામેળાનો પ્રારંભ, દર્શન-ભોજન, પાર્કિંગ માટે ખાસ સુવિધાઓ, પાંચ હજાર જવાના તૈનાત
Ambaji Maha Melo: અંબાજીમાં આજથી મહામેળાનો પ્રારંભ, દર્શન-ભોજન, પાર્કિંગ માટે ખાસ સુવિધાઓ, પાંચ હજાર જવાના તૈનાત
Rajkot: કપાસિયા અને પામોલીન તેલના ભાવમાં ભડકો, સપ્તાહમાં પ્રતિ ડબ્બાએ થયો આટલા રૂપિયાનો વધારો
Rajkot: કપાસિયા અને પામોલીન તેલના ભાવમાં ભડકો, સપ્તાહમાં પ્રતિ ડબ્બાએ થયો આટલા રૂપિયાનો વધારો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli | સાવરકુંડલામાં સરકારી હોસ્પિટલમાં તબીબોની ઘટથી કંટાળ્યા દર્દીઓ, જુઓ સ્થિતિAmbaji Grand Fair | આજથી મહામેળાનો પ્રારંભ, પાર્કિંગ માટે ખાસ સુવિધાઓ, પાંચ હજાર જવાના તૈનાતPM Modi News Updates | જાણો કેમ 16-17મી સપ્ટેમ્બરે આખુય અમદાવાદ ફેરવાઈ જશે પોલીસ છાવણીમાં?Rajkot Crime Case| ધંધાર્થી સાથે કરોડોની છેતરપિંડી કરવાના કેસમાં ત્રણ સ્વામી સામે નોંધાયો ગુનો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mysterious Epidemic: કચ્છમાં ભેદી બીમારીથી હાહાકાર, મૃત્યુઆંક 17એ પહોંચ્યો, મંત્રીઓની મુલાકાતો શરૂ...
Mysterious Epidemic: કચ્છમાં ભેદી બીમારીથી હાહાકાર, મૃત્યુઆંક 17એ પહોંચ્યો, મંત્રીઓની મુલાકાતો શરૂ...
Gandhinagar: દારૂબંધી મામલે પોલીસ અધિકારીઓને સરકારની ખુલ્લી ‘છૂટ’, હવે અઢી લાખથી વધુનો વિદેશી દારૂ પકડાય તો જ થશે કાર્યવાહી
Gandhinagar: દારૂબંધી મામલે પોલીસ અધિકારીઓને સરકારની ખુલ્લી ‘છૂટ’, હવે અઢી લાખથી વધુનો વિદેશી દારૂ પકડાય તો જ થશે કાર્યવાહી
Ambaji Maha Melo: અંબાજીમાં આજથી મહામેળાનો પ્રારંભ, દર્શન-ભોજન, પાર્કિંગ માટે ખાસ સુવિધાઓ, પાંચ હજાર જવાના તૈનાત
Ambaji Maha Melo: અંબાજીમાં આજથી મહામેળાનો પ્રારંભ, દર્શન-ભોજન, પાર્કિંગ માટે ખાસ સુવિધાઓ, પાંચ હજાર જવાના તૈનાત
Rajkot: કપાસિયા અને પામોલીન તેલના ભાવમાં ભડકો, સપ્તાહમાં પ્રતિ ડબ્બાએ થયો આટલા રૂપિયાનો વધારો
Rajkot: કપાસિયા અને પામોલીન તેલના ભાવમાં ભડકો, સપ્તાહમાં પ્રતિ ડબ્બાએ થયો આટલા રૂપિયાનો વધારો
Kutch Earthquake: પરોઢિયે કચ્છની ધરતી ધ્રુજી, દુધઇમાં 2.5ના ભૂકંપના ઝટકાથી લોકોમાં ફફડાટ
Kutch Earthquake: પરોઢિયે કચ્છની ધરતી ધ્રુજી, દુધઇમાં 2.5ના ભૂકંપના ઝટકાથી લોકોમાં ફફડાટ
Karnataka: કર્ણાટકમાં ગણેશ વિસર્જન દરમિયાન હિંસા, ભીડે અનેક દુકાનોમાં લગાવી આગ
Karnataka: કર્ણાટકમાં ગણેશ વિસર્જન દરમિયાન હિંસા, ભીડે અનેક દુકાનોમાં લગાવી આગ
Rule Change: એક પરિવારના કેટલા લોકો બનાવી શકે છે  Ayushman Card?
Rule Change: એક પરિવારના કેટલા લોકો બનાવી શકે છે Ayushman Card?
Cabinet Briefing:  મોદી સરકારનો મોટો નિર્ણય,હવે 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને મળશે આયુષ્માન ભારત યોજનાનો લાભ
Cabinet Briefing: મોદી સરકારનો મોટો નિર્ણય,હવે 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને મળશે આયુષ્માન ભારત યોજનાનો લાભ
Embed widget