Mysterious Epidemic: કચ્છમાં ભેદી બીમારીથી હાહાકાર, મૃત્યુઆંક 17એ પહોંચ્યો, મંત્રીઓની મુલાકાતો શરૂ...
Mysterious Epidemic: રાજ્યમાં વરસાદી સિઝન ધીમી પડી રહી છે તેમ તેમ રાજ્યમાં જુદાજુદી બીમારીઓ વધી રહી છે. હવે કચ્છમાં ભેદી બીમારીએ આતંક મચાવ્યો છે
Mysterious Epidemic: રાજ્યમાં વરસાદી સિઝન ધીમી પડી રહી છે તેમ તેમ રાજ્યમાં જુદાજુદી બીમારીઓ વધી રહી છે. હવે કચ્છમાં ભેદી બીમારીએ આતંક મચાવ્યો છે. ચાંદીપુરા બાદ કચ્છમાં ભેદી બીમારીએ 17 લોકોના ભોગ લીધા છે. આ પછી જિલ્લામાં હાહાકાર મચી ગયો છે.
છેલ્લા બે અઠવાડિયાથી કચ્છ જિલ્લામાં ભેદી બીમારીએ હાહાકાર મચાવ્યો છે, જિલ્લાના અબડાસા, લખપતમાં આ ભેદી બીમારીનો કહેર વર્તાવ્યો છે. અહીં અત્યાર સુધી 17ના આ રોગનો ભોગ બન્યા છે. કચ્છ જિલ્લામાં મંત્રીઓ દ્વારા મુલાકાતનો દોર શરૂ થયો છે, મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રફુલ પાનસેરિયાએ તાજેતરમાં જ અસરગ્રસ્ત ગામોની લીધી મુલાકાત અને બીમારી વિશે જાણવા પ્રયાસ કર્યો હતો. કચ્છમાં આ ભેદી બીમારીને ડામવા 250 આરોગ્ય કર્મચારીઓ કામે લાગ્યા છે અને 35 જેટલી ટીમો દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. બેખડો, સાન્ધ્રોવાંઢ, મોરગર, મેડીવાંઢ, ભારાવાંઢ, લાખાપરમાં દવા છંટકાવની કામગીરી ચાલુ છે, જામનગરથી બે અને બોટાદથી એક ટીમ કચ્છ પહોંચી છે.
મોડી રાત સુધી જાગનારાઓ સૌથી પહેલા બને છે ડાયાબિટીસના ભોગ, સ્ટડીમાં મોટો ખુલાસો
વહેલા સૂવું અને સવારે વહેલા ઊંઠવું એ તંદુરસ્ત આદતોમાં ગણાય છે, પરંતુ આજકાલ લોકો મોડી રાત સુધી ઘુવડની જેમ જાગતા રહે છે. જો જોવામાં આવે તો મોબાઈલે લોકોની રાતની ઊંઘ ઓછી કરી દીધી છે. પરંતુ મોડે સુધી સૂવાની આ આદત તમને ડાયાબિટીસ ટાઈપ 2 નો શિકાર બનાવી શકે છે. હા, એક અભ્યાસ કહે છે કે જે લોકો રાત્રે મોડે સુધી ઊંઘે છે તેમને ડાયાબિટીસ 2નો ખતરો સવારે વહેલા ઉઠનારા લોકો કરતા 46 ટકા વધુ હોય છે. વાસ્તવમાં, ખોટી જીવનશૈલીની સાથે ઊંઘની ગુણવત્તા પણ ડાયાબિટીસનું જોખમ વધારે છે.
રાત્રે મોડે સુધી જાગનારા ડાયાબિટીસ ટાઇપ 2ના ખતરામાં
તાજેતરમાં હાથ ધરાયેલા એક નવા અભ્યાસમાં જણાવાયું છે કે જે લોકો મોડી રાત સુધી જાગતા રહે છે તેમને અન્ય લોકો કરતા ટાઇપ 2 ડાયાબિટીસ થવાનું જોખમ 46 ટકા વધુ હોય છે. નેધરલેન્ડમાં હાથ ધરાયેલા આ અભ્યાસમાં વધુ વજન ધરાવતા પાંચ હજાર લોકોને સામેલ કરવામાં આવ્યા હતા.
આ લોકો ત્રણ ભાગમાં વહેંચાયેલા હતા. પ્રથમ, જેઓ વહેલા જાગે છે (પ્રારંભિક ક્રોનૉટાઇપ), બીજું જેઓ સરેરાશ સમયે જાગે છે (મધ્યમ ક્રોનૉટાઇપ) અને ત્રીજું જેઓ મોડે સુધી જાગે છે (લેટ ક્રોનૉટાઇપ). તમને જણાવી દઈએ કે આ અભ્યાસના તારણો યૂરોપિયન યૂનિયનની બેઠકમાં પણ બતાવવામાં આવશે.
રાત્રે ઘુવડની જેમ જાગવાથી સ્વાસ્થ્યને ખતરો -
રાત્રીના ઘુવડ એવા લોકો છે જેઓ રાત્રે મોડા ઊંઘે છે અને સવારે મોડા ઉઠે છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે જે લોકો મોડી રાત્રે ઊંઘે છે તેમની બાયૉ ક્લૉક ખરાબ થઈ જાય છે જેના કારણે તેમના શરીરમાં ટાઈપ 2 ડાયાબિટીસ અને મેટાબોલિક પ્રૉબ્લેમ થઈ શકે છે. જેઓ મોડી રાત્રે ઊંઘે છે તેમને જે સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેમાં BMI, પેટની ચરબી, ફેટી લીવર અને આંતરડાની ચરબીનો સંચયનો સમાવેશ થાય છે. મૉડલ ક્રોનૉટાઇપ ધરાવતા લોકોમાં મધ્યમ ક્રોનૉટાઇપ ધરાવતા લોકોની સરખામણીમાં પ્રકાર 2 ડાયાબિટીસ થવાનું જોખમ વધી જાય છે. તેની પાછળના કારણોમાં શરીરની ચરબીમાં વધારો, વિસેરલ ફેટ અને ફેટી લિવરનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો