શોધખોળ કરો
Advertisement
ભારત-ચીન વિવાદઃ ચીન સાથે હિંસક અથડામણમાં ઘાયલ ચાર ભારતીય જવાનોની સ્થિતિ ગંભીર
ભારતીય સેનાએ સંખ્યા પર ટિપ્પણી કરવાની ના પાડી દીધી છે અને કહ્યું કે, અનેક જવાનો ઘાયલ છે.
નવી દિલ્હીઃ પૂર્વ લદ્દાખમાં સોમ વારે રાત્રે ગલવાન ખીણમાં ચીની જવાનો સાથે થયેલ હિંસક અથડામણમાં ભારતીય સેનાના એક કર્નલ સહિત 20 જવાન શહીદ થયા. આ જીવલેણ હુમલામાં ભારતીય સેનાના અનેક જવાનો ‘ગંભીર રીતે ઘાયલ’ થયા છે અને તેમની સારવાર ચાલી રહી છે. બુધવારે સરકારી સૂત્રોએ કહ્યું કે, તેને ચીની જવાનો દ્વારા કરવામાં આવેલ સૌથી ઘાતક હુમલામાંથી એક તરીકે જોવામાં આવી રહ્યો છે. તેનાથી ઘાયલ અથવા મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે.
સરકારી સૂત્રોએ કહ્યું કે, ગંભીર રીતે ઘાયલ જવાનોની સંખ્યા ડબલ આંકડામાં છે. જોકે, ભારતીય સેનાએ સંખ્યા પર ટિપ્પણી કરવાની ના પાડી દીધી છે અને કહ્યું કે, અનેક જવાનો ઘાયલ છે. જણાવીએ કે, ચીનની સેના દ્વારા ભારતીય સેનાના જવાનો પર સોમવારે રાત્રે હુમલો કરવામાં આવ્યો. આ ઘટના લગભગ છથી સાત કલાક સુધી ચાલુ રહી હતી.
ભારત-ચીનની વચ્ચે સૈન્ય સ્તર પર વાચતી અટકાવાઈ, સેનાને LAC પર પેટ્રોલિંગ વધારવાના નિર્દેશ
ભારત અને ચીનની વચ્ચે સૈન્ય સ્તર પર વાતચીત અટકાવી દેવામાં આવી છે. રક્ષા મંત્રીએ નિયંત્રણ રેખા પર સ્થિતિની સમીક્ષા કરી છે. સાથે જ સેનાને LAC પર પેટ્રોલિંગ વધારવાના નિર્દેશ આપ્યા છે. સૂત્રો અનુસાર રક્ષા મંત્રી રાજનાથ સિંહએ ત્રણેય સેના પ્રુખો( સેના, નૌસેના અને વાયુ સેના) અને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની સાથે બેઠક કરી છે. તેમણે હાલની સ્થિતિ પર પણ વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે પણ વાતચીત કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement