Lata Mangeshkar Passes Away: આ રાજ્યમાં 15 દિવસ સુધી જાહેર સ્થળો પર વાગશે લતા મંગેશકરના ગીત, મુખ્યમંત્રીએ કરી જાહેરાત
Lata Mangeshkar Death: લતા મંગેશકરના નિધનને લઈ પશ્ચિમ બંગાળ સરકારે આવતીકાલે અડધા દિવસની રજા જાહેર કરી છે.
Lata Mangeshkar Passes Away: સ્વર કોકિલા અને ભારત રત્ન લતા મંગેશકરનું આજે 92 વર્ષની વયે નિધન થયું છે. ગત મહિને કોરોના અને ન્યૂમોનિયા થયા બાદ તેમને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લતાજીના નિધન બાદ દેશમાં બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. લતા મંગેશકરના નિધનથી મનોરંજન જગતમાં શોકની લહેર ફરી વળી છે. લતા મંગેશકર આશરે એક મહિનાથી બીમાર હતા. 8 જાન્યુઆરીએ કોરોનાથી સંક્રમિત થયા બાદ તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કોરોનાની સાથે ન્યૂમોનિયા થયો હતો. બે દિવસ પહેલા તેમનો વેન્ટિલેટર સપોર્ટ હટાવાયો હતો પરંતુ ગઈકાલથી તબિયત વધુ લથડી હતી. પરંતુ આજે તેમના નિધનના સમાચારથી કલા જગતમાં શોક છવાઈ ગયો છે.
મમતા બેનર્જીએ શું કરી છે જાહેરાત
લતા મંગેશકરના નિધનને લઈ પશ્ચિમ બંગાળ સરકારે આવતીકાલે અડધા દિવસની રજા જાહેર કરી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના ટ્વીટ પ્રમાણે, મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આગામી 15 દિવસ સુધી ભારત રત્ન લતા મંગેશકરના માનમાં દરેક જાહેર સ્થળો, ટ્રાફિક સિગ્નલ પર તેમના ગીત વગાડવાની જાહેરાત કરી છે.
West Bengal Chief Minister Mamata Banerjee announced to play songs of Bharat Ratna Lata Mangeshkar at every public spot, govt installation and traffic signals for the next 15 days.
— ANI (@ANI) February 6, 2022
મહારાષ્ટ્ર સીએમઓના જણાવ્યા મુજબ, રાજ્ય સરકારે આવતીકાલે ભારત રત્ન લતા મંગેશકરના નિધનના કારણે જાહેર રજા રાખવાનો ફેંસલો કર્યો છે.