શોધખોળ કરો

Bima Sakhi : શું છે Bima Sakhi Yojana, કેટલા મળશે રૂપિયા? જાણો યોજના સંબંધિત તમામ પ્રોસેસ?

LIC Bima Sakhi Yojana: બીમા સખી યોજના માટે માત્ર મહિલાઓ જ અરજી કરી શકે છે.

LIC Bima Sakhi Yojana:  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણાથી બીમા સખી યોજના (Bima Sakhi Yojana)  શરૂઆત કરાવી હતી. LIC ની બીમા સખી યોજના (LIC Bima Sakhi Yojana)નો ઉદ્દેશ અડધી વસ્તી એટલે કે મહિલાઓને આર્થિક રીતે સશક્ત અને આત્મનિર્ભર બનાવવાનો છે.

આ યોજનાનો ભાગ બનનાર મહિલાઓને 'બીમા સખી' કહેવામાં આવશે. તેમનું કામ તેમના વિસ્તારની મહિલાઓને વીમો મેળવવા માટે પ્રોત્સાહિત કરવાનું અને તેમને આ કામમાં મદદ કરવાનું રહેશે.

શું છે બીમા સખી યોજના?

જીવન વીમા નિગમ (LIC) ની આ યોજના 18 થી 70 વર્ષની વયની મહિલાઓ માટે છે, જેઓ 10મું પાસ છે. તેમને પ્રથમ ત્રણ વર્ષ તાલીમ આપવામાં આવશે. તેમની નાણાકીય સમજણ વધારવામાં આવશે અને તેમને વીમાનું મહત્વ બતાવવામાં આવશે.

આ તાલીમ સમયગાળા દરમિયાન મહિલાઓને કેટલાક પૈસા પણ મળશે. તાલીમ બાદ મહિલાઓ એલઆઈસી વીમા એજન્ટ તરીકે કામ કરી શકશે. સાથે જ બીએ પાસ બીમા સખીઓને પણ વિકાસ અધિકારી બનવાની તક મળી શકે છે.

બીમા સખી બનવાની પાત્રતા

બીમા સખી યોજના માટે માત્ર મહિલાઓ જ અરજી કરી શકે છે.

તેમની પાસે મેટ્રિક/હાઈ સ્કૂલ/10મું પાસ પ્રમાણપત્ર હોવું જોઈએ.

આ યોજના માટે ફક્ત 18 થી 70 વર્ષની મહિલાઓ જ અરજી કરી શકશે.

ત્રણ વર્ષની તાલીમ બાદ મહિલાઓ વીમા એજન્ટ તરીકે કામ કરશે.

બીમા સખી બનવાના ફાયદા

બીમા સખી યોજના હેઠળ મહિલાઓને ત્રણ વર્ષની તાલીમ બાદ એલઆઈસી એજન્ટ તરીકે નિમણૂક મળી શકશે. જો કે, તેઓ એલઆઈસીના નિયમિત કર્મચારી નહીં હોય અને ન તો તેમને નિયમિત કર્મચારીઓનો લાભ મળશે.

LIC ની બીમા સખી (MCA સ્કીમ) હેઠળ પસંદ કરાયેલી મહિલાઓએ દર વર્ષે ચોક્કસ કામગીરીના ધોરણો પૂરા કરવા પડશે. આ આયોજન યોજનાની સફળતા અને સહભાગીઓની પ્રગતિની ખાતરી કરવા માટે નક્કી કરવામાં આવશે.

બીમા સખીને કેટલા પૈસા મળશે?               

બીમા સખી યોજનામાં જોડાનાર મહિલાઓને ત્રણ વર્ષની તાલીમ દરમિયાન કુલ 2 લાખ રૂપિયાથી વધુ રકમ મળશે. જેમાં તમને પહેલા વર્ષે 7 હજાર રૂપિયા પ્રતિ માસ, બીજા વર્ષે 6 હજાર રૂપિયા અને ત્રીજા વર્ષે 5 હજાર રૂપિયા મળશે. આમાં બોનસ કમિશનનો સમાવેશ થતો નથી. આ માટે એક શરત હશે કે મહિલાઓ જે પણ 65 ટકા પોલિસી વેચશે તે આવતા વર્ષના અંત સુધી એક્ટિવ રહેવી જોઈએ.

આનો અર્થ એ થયો કે જો કોઈ મહિલાએ પ્રથમ વર્ષમાં 100 પોલિસીઓ વેચી હોય તો તેમાંથી 65 પોલિસી બીજા વર્ષના અંત સુધીમાં એક્ટિવ રહેવવી જોઇએ. તેનો ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે એજન્ટો માત્ર પોલિસીઓ જ વેચે નહીં પણ તેને જાળવી રાખવાનો પણ પ્રયાસ કરે.

બીમા સખી માટે કેવી રીતે અરજી કરવી?

LIC ની સત્તાવાર વેબસાઇટ https://licindia.in/test2 ની મુલાકાત લો.

સૌથી નીચેની તરફ આવી રહેલા Click here for Bima Sakhi પર ક્લિક કરો.

નામ, જન્મ તારીખ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને સરનામું જેવી વિગતો અહીં ભરો.

જો તમે એલઆઈસી ઈન્ડિયાના કોઈપણ એજન્ટ/વિકાસ અધિકારી/કર્મચારી/તબીબી પરીક્ષક સાથે સંબંધિત છો, તો તે જ માહિતી આપો.

છેલ્લે કેપ્ચા કોડ ભરો અને સબમિટ બટન પર ક્લિક કરો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Aravalli news: અરવલ્લીના ભિલોડામાં ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળું કપાયુંSurat Police : ભેસ્તાન વિસ્તારમાં બાળકીઓ સાથે અડપલાં કરનારનો પોલીસે વરઘોડો કાઢ્યોBhavnagar News : પાલિતાણામાં 13 વર્ષીય કિશોરી પર સામુહિક દુષ્કર્મ, એક આરોપીની કરી અટકાયતPanchmahal News: ગોધરા સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સુવિધાના અભાવે દર્દીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
Embed widget