શોધખોળ કરો
Advertisement
Lockdown 4.0 માં શું ખુલશે અને શું બંધ રહેશે, જાણો
દેશમાં લોકડાઉન 4ની જાહેરાત કરવામાં આવી છે. દેશમાં 31 મે સુધી લોકડાઉન રહેશે. લોકડાઉનના ચોથા તબક્કામાં મોલ,સ્કૂલ,કોલેજ અને જિમ બંધ રહેશે.
નવી દિલ્હી: દેશમાં લોકડાઉન 4ની જાહેરાત કરવામાં આવી છે. દેશમાં 31 મે સુધી લોકડાઉન રહેશે. લોકડાઉનના ચોથા તબક્કામાં મોલ,સ્કૂલ,કોલેજ અને જિમ બંધ રહેશે. આ સાથે જ 31 મે સુધી મેટ્રો અને હવાઈ સેવાઓ પણ બંધ રહેશે.
સલૂનને લઈને સૂત્રોની જાણકારી છે કે તેને ખોલવાને લઈને નિર્ણય રાજ્ય સરકાર કરી શકે છે. લોકડાઉન 4માં શું ખુલ્લુ રહેશે અને શું બંધ રહેશે.
શું ખુલશે
ઓનલાઈન લર્નિંગ ચાલુ રહેશે
સ્પોર્ટ્સ કોમ્પ્લેત્ર અને સ્ટેડિયમ ખુલશે, પરંતુ તેમાં કોઈ દર્શક નહી હોય.
સ્ટેડિયમ પ્રેક્ટિસ માટે ખોલવામાં આવશે.
સરકારી ઓફિસો ખુલશે.
સરકારી કેન્ટીનો ચાલુ રહેશે.
કન્ટેઈનમેન્ટ ઝોનને છોડી અન્ય ઝોનમાં એક રાજ્યમાંથી બીજા રાજ્યોમાં સહમતિ સાથે બસો ચાલશે.
જેટલા પણ રેસ્ટોરન્ટ છે તેઓ હવે ફૂડની હોમ ડિલિવરી કરી શકશે.
લગ્નમાં 50 લોકો સામેલ થઈ શકશે.
શું બંધ રહેશે
હવાઈ સેવાઓ બંધ રહેશે.
મેટ્રો રેલ સેવાઓ બંધ રહેશે.
સ્કૂલ-કોલેજ બંધ રહેશે.
હોટલ રેસ્ટોરન્ટ બંધ રહેશે.
થિયેટર,શોપિંગ મોલ, જિમ પહેલાની જેમ બંધ રહેશે.
ધાર્મિક,સાંસ્કૃતિક અને રાજકીય આયોજનો પર પ્રતિબંધ ચાલુ રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion