શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
23 વર્ષની ‘લેડી દંબગ’! ગામના લોકો લોકડાઉનનું પાલન નહોતા કરતાં તો આ યુવતીએ કર્યાં આવા હાલ? જાણો
23 વર્ષની એક BSc ગ્રેજ્યુએટ યુવતી પોતાના ગામના નાકે એક ડંડો લઈને ઉભી છે. તેનું પાછળનું કારણ એ છે કે પોતાના ગામની અંદર કારણ વગર કોઈ વ્યક્તિને પ્રવેશ કરવા દેવા માંગતી નથી.
તેલંગાણા: સમગ્ર દેશમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે જેને લઈને લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જોકે શહેર કરતાં પણ ગામડામાં બહુ જ કડક જોવા મળી રહ્યું છે ત્યારે 23 વર્ષની એક BSc ગ્રેજ્યુએટ યુવતી પોતાના ગામના નાકે એક ડંડો લઈને ઉભી છે. તેનું પાછળનું કારણ એ છે કે પોતાના ગામની અંદર કારણ વગર કોઈ વ્યક્તિને પ્રવેશ કરવા દેવા માંગતી નથી. કોરોના વાયરસના કારણે થયેલા લોકડાઉનની શરૂઆતમાં જ અખિલા યાદવ સાવધાન થઈ ગઈ હતી અને પોતાના ગામની બહાર બેરીકેડ લગાવી દીધા હતા.
તેલંગાણામાં એક નાલગોંડા જિલ્લો છે. અખિલા મદંપુરમ ગામની સરપંચ છે. એક રિપોર્ટ પ્રમાણે, અખિલાએ જણાવ્યું હતું કે, લોકડાઉનના શરૂઆતના દિવસોમાં લોકો અવર જવર કરી રહ્યા હતા. તેમને રોકવા માટે તે સવારથી લઈને બપોર સુધી પોતાના ગામની બહાર એક લાકડી લઈને ઉભી રહે છે. બપોરે થોડી બ્રેક લઈને પછી ફરી પરત ફરે છે અને સાંજ સુધી ત્યાં જ રહે છે.
અખિલાએ જણાવ્યું કે, પહેલા લોકો લોકડાઉનને ગંભીરતાથી લઈ રહ્યાં નહતાં. મેં બીજા ગામથી લોકોને અહીં કારણ વગર આવતાં જોયા. એટલે મેં ગામની અંદર આવનાર રસ્તા પર એક બેરિકેડ લગાવી અહીં બેસી ગઈ. હું લોકોને ગામની અંદર આવવાનું કારણ પુછતી હતી જો મને લાગે કે તેમનું કારણ વ્યાજબી છે તો તેમને અંદર આવવા દેતી હતી. નહીં તો તેમને પરત મોકલી દેતી હતી.
હવે લોકોને જાણ થઈ ગઈ છે અને લોકડાઉનનું પણ કડક પાલન કરી રહ્યા છે. તેથી અખિલાએ બેરિકેડ હટાવી લીધા છે. પરંતુ ગામનું રાઉડ હજુ પણ લગાવી રહી છે. અખિલાનું કહેવું છે કે, આ સમય વધારે સાવધાન રહેવાનો છે. ગામમાં એક વ્યક્તિને પણ ઈન્ફેક્શન થયું તો તે ઘણાં લોકોમાં ફેલાઈ જશે. આ કારણે તે ગામમાં કોઈ નવા વ્યક્તિ અથવા નવું વાહન જોવે તો પુછે જરૂર છે. ગામમાં 2000થી વધુ માસ્ક વહેંચવામાં આવ્યા છે. અખિલા પોતે પણ ઘરોના દરવાજા પર જઈને લોકોને જાણકારી આપતી રહે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સુરત
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion