Lockdown in UP Extended: ઉત્તર પ્રદેશમાં 24 મે સુધી રાત્રિ કર્ફ્યૂ લંબાવવાનો યોગી સરકારનો નિર્ણય
ઉત્તરપ્રદેશમાં શનિવારે કોરોનાથી 281 દર્દીઓનાં મોત નીપજ્યાં હતા, જ્યારે કોવિડનાં 12547 નવા કેસ નોંધાયા હતા. 30 એપ્રિલે 38 હજાર નવા કેસ સામે આવ્યા હતા.
લખનઉ: ઉત્તર પ્રદેશ (Uttarpradesh)માં કોરોના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે તેની વચ્ચે એકવાર ફરી લૉકડાઉન (Lockdown) લંબાવવામાં આવ્યું છે. શનિવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં મળેવી બેઠકમાં 24 મે સુધી લોકડાઉન વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલા કોરોના કરફ્યૂને 17 મે સુધી લંબાવવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશમાં શનિવારે કોરોનાથી 281 દર્દીઓનાં મોત નીપજ્યાં હતા, જ્યારે કોવિડનાં 12547 નવા કેસ નોંધાયા હતા. 30 એપ્રિલે 38 હજાર નવા કેસ સામે આવ્યા હતા.
રાજ્યમાં કોરોનાથી મરનારા લોકોની સંખ્યા વધીને 17238 થઈ ગઈ છે. જ્યારે અત્યાર સુધી 16,09,140 કેસ નોંધાઈ ચૂક્યા છે. 14,14,259 દર્દી કોરોના સંક્રમણમાંથી સાજા થયા છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,26,098 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3890 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,53,299 લોકો ઠીક પણ થયા છે.
કુલ કેસ- બે કરોડ 43 લાખ 72 હજાર 907
કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 4 લાખ 32 હજાર 898
કુલ એક્ટિવ કેસ - 36 લાખ 73 હજાર 802
કુલ મોત - 2 લાખ 66 હજાર 207
આ રાજ્યોમાં એક્ટિવ કેસ એક લાખથી વધુ
સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ, રાજસ્થાન, કર્ણાટક, છત્તીસગઢ, ગુજરાત, ઓડિશા અને તમિલનાડુ એવા રાજ્ય છે જ્યાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ છે.
રાજ્યોની હાલત છે ખરાબ
કોરોનાના આંકડામાં આવી રહેલો આ ઉછાળો ખૂબ જ ચિંતાજનક છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે ભારતમાં કોવિડ-19ના દૈનિક કેસમાંથી 82 ટકાથી વધુ કેસ 10 રાજ્યોમાંથી જ છે. તેમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી, મધ્ય પ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ગુજરાત અને રાજસ્થાનનો સમાવેશ થાય છે.
18 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 18 કરોડ 4 લાખ 57 હજાર 579 ડોઝ આપવામાં આવ્યા છે.