શોધખોળ કરો
ક્વોરેન્ટાઈના ભંગ બદલ કેસ નોંધાશે એ આઈપીસી કલમ 188 શું છે? જાણો કેટલી સજા અને દંડ થશે?
સરકારે કહ્યું છે કે લોકડાઉનમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. હવે સડક પર થૂંકવા પર પણ દંડ વસૂલ કરાશે.
![ક્વોરેન્ટાઈના ભંગ બદલ કેસ નોંધાશે એ આઈપીસી કલમ 188 શું છે? જાણો કેટલી સજા અને દંડ થશે? Lockdown Know what is indian penal code 188 ક્વોરેન્ટાઈના ભંગ બદલ કેસ નોંધાશે એ આઈપીસી કલમ 188 શું છે? જાણો કેટલી સજા અને દંડ થશે?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/04/15174853/lockdown-3.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના કહેરને ધ્યાનમાં રાખી લોકડાઉન 3 મે સુધી વધારી દેવામાં આવ્યું છે. આજે સરકારે લોકડાઉનને લઈ દિશાનિર્દેશ જાહેર કર્યા છે. સરકારે આદેશમાં કહ્યું છે કે, હવે ચહેરો ઢાંકવો ફરજિયાત હશે.
સરકારે કહ્યું છે કે લોકડાઉનમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. હવે સડક પર થૂંકવા પર પણ દંડ વસૂલ કરાશે. ક્વોરન્ટાઈનના ઉલ્લંઘન બદલ IPC 188નો કેસ દાખલ થશે. કોરોના વાયરસ સામે લડવા લોકડાઉનની જાહેરાત મહામારી કાનૂન 1897 અંતર્ગત કરવામાં આવી છે. આ કાનૂનમાં જોગવાઈ કરવામાં આવી છે કે જો લોકડાઉનમાં સરકાર દ્વારા આપવામાં આવેલા નિર્દેશોનું કોઈ વ્યક્તિ ઉલ્લંઘન કરશે તો તેના પર ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 188 હેઠળ કાર્યવાહી કરાશે.
1897ના મહામારી કાનૂનની કલમ-3માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જો કોઈ વ્યક્તિ સરકારના કાનૂન-આદેશનું ઉલ્લંઘન કરશે તો તેના પર આઈપીસીની કલમ 188 અંતર્ગત કાર્યવાહી થઈ શકે છે. જો કોઈ સરકારી કર્મચારી પણ આ નિર્દેશનું પાલન ન કરે તો તેની સામે પણ આ કલમ લગાવી શકાય છે. જો તમને સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નિર્દેશોની જાણકારી હોય અને છતાં ઉલ્લંઘન કરતાં હો તો તમારા પર કલમ 188 હેઠળ કાર્યવાહી થઈ શકે છે.
કલમ 188માં બે પ્રકારની જોગવાઈ છે. (1) જો કોઈ વ્યક્તિ સરકાર કે સરકારી અધિકારી દ્વાર આપવામાં આવેલા આદેશનું ઉલ્લંઘન કરે અથવા કાનૂન વ્યવસ્થામાં રોકાયેલા વ્યક્તિને નુકસાન પહોંચાડે તો તેને ઓછામાં ઓછી એક મહિનાની જેલ કે 200 રૂપિયાનો દંડ અથવા બંને સજા આપી શકાય છે. (2) સરકારના આદેશના ઉલ્લંઘન કરવાથી માનવ જીવન, સ્વાસ્થ્ય કે સુરક્ષા વગેરેને ખતરો હોય તો ઓછામાં ઓછી 6 મહિનાની જેલ કે 1000 રૂપિયાના દંડ કે બંને પ્રકારની સજાની જોગવાઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
દુનિયા
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)