શોધખોળ કરો
પશ્ચિમ બંગાળના કલિમપોંગમાં આવતીકાલથી એક અઠવાડિયાનું લાદવામાં આવશે લોકડાઉન, જાણો વિગત
કલિમપોંગ મ્યુનિસિપાલિટીમાં 26 જુલાઈ સવારે 9 વાગ્યાથી લોકડાઉન લાગી જશે.

કોલકાતાઃ કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા દેશના કેટલાક રાજ્યો અને જિલ્લામાં લોકડાઉન લાદવામાં આવ્યું છે. અમુક રાજ્યોએ વીકેન્ડ લોકડાઉન લાદયું છે, જ્યારે અમુક રાજ્યોએ જ્યાં સંક્રમણના કેસ વધી રહ્યા છે તેવા શહેરો, નગર પાલિકામાં કડક લોકડાઉન અમલી બનાવ્યું છે. પશ્ચિમ બંગાળના કલિમપોંગમાં આવતીકાલથી એક અઠવાડિયાનું લોકડાઉન લાદવામાં આવશે. કલિમપોંગ મ્યુનિસિપાલિટીમાં 26 જુલાઈ સવારે 9 વાગ્યાથી લોકડાઉન લાગી જશે. લોકડાઉન દરમિયાન જરૂરિયાતની વસ્તુઓ કે સેવાઓને છૂટ રહેશે. પશ્ચિમ બંગાળમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 53,973 પર પહોંચી છે. 1290 લોકોના મોત થયા છે. 33,529 લોકો સાજા થઈ ગયા છે અને 19,154 એક્ટિવ કેસ છે.
વધુ વાંચો





















