(Source: ECI/ABP News/ABP Majha)
Lok Sabah Election:પ્રથમ તબક્કાના મતદાન અગાઉ ECની મોટી કાર્યવાહી, 4650 કરોડ રૂપિયા કર્યા જપ્ત
Lok Sabah Election:આ દરમિયાન એજન્સીઓએ 45.59 કરોડ રૂપિયાની રોકડ અને 151 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો દારૂ પણ જપ્ત કર્યો છે
Lok Sabah Election: લોકસભા ચૂંટણી પહેલા એન્ફોર્સમેન્ટ એજન્સીઓ સક્રિય થઈ ગઈ છે અને કરોડો રૂપિયા જપ્ત કર્યા છે. ભારતના ચૂંટણી પંચે સોમવારે (12 એપ્રિલ) જણાવ્યું હતું કે અમલીકરણ એજન્સીઓએ 18મી લોકસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાન પહેલા 4,650 કરોડ રૂપિયાથી વધુની વિક્રમી રકમ જપ્ત કરી છે.
Rs 100 crore have been seized each day since 1st March, says Election Commission of India
— ANI (@ANI) April 15, 2024
Rs 4,650 crores seized even before polling begins, higher than total seizures in 2019 polls: ECI pic.twitter.com/KjcJjvw8WS
"2024ની સામાન્ય ચૂંટણીમાં જપ્ત કરવામાં આવેલી રકમ લોકસભાની ચૂંટણીના 75 વર્ષના ઈતિહાસમાં નોંધાયેલી પ્રલોભનની સૌથી વધુ રકમ છે. આ 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન જપ્ત કરાયેલા 3,475 કરોડ રૂપિયા કરતાં વધુ છે," ચૂંટણી પંચે તેમના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું. ચૂંટણી પંચે કહ્યું કે આ વર્ષે 1 માર્ચથી દરરોજ 100 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે.
151 કરોડથી વધુની કિંમતનો દારૂ ઝડપાયો
આ દરમિયાન એજન્સીઓએ 45.59 કરોડ રૂપિયાની રોકડ અને 151 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો દારૂ પણ જપ્ત કર્યો છે. કમિશને કહ્યું કે વ્યાપક આયોજન, સહકાર, સક્રિય નાગરિક ભાગીદારી અને ટેક્નોલોજીના કારણે આ શક્ય બન્યું છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, 16 માર્ચે આદર્શ આચાર સંહિતા લાગુ થઈ ત્યારથી કર્ણાટકમાં જપ્તી સંબંધિત 1,650 એફઆઈઆર નોંધવામાં આવી છે. અત્યાર સુધીમાં અહીં કુલ 345.89 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે.
56.86 કરોડનો મફત સામાન જપ્ત કર્યો છે
આદર્શ આચાર સંહિતા લાગુ થયા બાદ, ફ્લાઈંગ સ્ક્વોડ, સ્ટેટિક સર્વેલન્સ ટીમો અને પોલીસ અધિકારીઓએ 46.59 કરોડ રૂપિયા રોકડા, 151 કરોડ રૂપિયાથી વધુની દારૂની બોટલો, રૂપિયા 9.93 કરોડની કિંમતનું માદક દ્રવ્ય, 56.86 કરોડ રૂપિયાનું સોનું અને 56.88 કરોડ રૂપિયાનો વિનામૂલ્યે વિતરણ કરાયેલ જથ્થો જપ્ત કર્યો છે. કર્ણાટકના મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યાલયે કહ્યું કે આ સિવાય 7.73 કરોડ રૂપિયાની અન્ય વસ્તુઓ પણ જપ્ત કરવામાં આવી છે.
2,086 જઘન્ય કેસ નોંધાયા
આ સમયગાળા દરમિયાન આબકારી વિભાગે 2,086 જઘન્ય કેસ, લાયસન્સની શરતોના ઉલ્લંઘનના 2,707 કેસ, NDPS (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ) હેઠળ 123 કેસ અને કર્ણાટક એક્સાઇઝ એક્ટ 19635 અને 19635ની કલમ 15 (A) હેઠળ 13,833 કેસ નોંધ્યા છે. વિવિધ પ્રકારના વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે.
લોકસભાની 543 બેઠકો માટે સાત તબક્કામાં મતદાન થવાનું છે. પ્રથમ તબક્કા માટે 19 એપ્રિલે 102 બેઠકો પર મતદાન થશે. મતગણતરી 4 જૂને થશે.