શોધખોળ કરો
Advertisement
મધ્યપ્રદેશ: સિંગરોલીમાં બે માલગાડી સામે-સામે ટકરાતા ત્રણના મોત
એક માલગાડી કોલસો લઈને જઈ રહી હતી જ્યારે બીજી તરફથી એજ ટ્રેક પર આવતી માલગાડી ખાલી હતી. બન્ને ગાડીઓની સ્પીડ વધારે હતી. સામે સામે ટકરાતા આગળના ભાગને નુકસાન થયું છે.
સિંગરોલી: મધ્યપ્રદેશના સિંગરોલીમાં રવિવારે સવારે બે માલગાડીઓ સામ સામે ધડાકાભેર ટકરાઈ હતી. જેમાં ત્રણ લોકોના મોત થયા છે. બન્ને માલગાડીના આગળના ડબ્બા ક્ષતિગ્રસ્ત થઈ ગયા છે. ઘટનાની જાણ થતા એનટીપીસી અને સ્થાનીક પોલીસ ટીમ પહોંચી અને બચાવ કાર્ય હાથ ધર્યું હતું.
પ્રાપ્ત જાણકારી અનુસાર બેઢન થાણા વિસ્તારના રિહંદ નગરમાં એક માલગાડી કોલસો લઈને જઈ રહી હતી જ્યારે બીજી તરફથી એજ ટ્રેક પર આવતી માલગાડી ખાલી હતી. બન્ને ગાડીઓની સ્પીડ વધારે હતી. સામે સામે ટકરાતા આગળના ભાગને નુકસાન થયું છે.
આ રેલવે ટ્રેકનો ઉપયોગ કોલસો લાવવા અને લઈ જવા માટે માલગાડીઓ માટે થાય છે. આ ઘટનામાં મોટી લાપરવાહી સામે આવી છે કે, એક જ રેલવે ટ્રેક પર બે માલગાડીઓને જવાની મંજૂરી આપવામાં આવી.Madhya Pradesh: 2 cargo trains carrying coal collide in Singrauli. Loco pilot and assistant loco pilot reported to be trapped. Rescue operation by NTPC team and police is underway. pic.twitter.com/QxYd3DhsRU
— ANI (@ANI) March 1, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement