શોધખોળ કરો
Advertisement
મધ્યપ્રદેશ: OBC અનામત 14 ટકાથી 27 ટકા કરવાનો ખરડો વિધાનસભામાં સર્વસમ્મતિથી પાસ
નેતા વિપક્ષે પૂછ્યૂં કે નોકરી નથી તો આ અનામતથી કઈ રીતે ફાયદો થશે. તેના જવાબમાં મંત્રી ગોવિંદ સિંહે કહ્યું કે સરકારના અલગ અલગ વિભાગમાં 2.5 લાખ નોકરીઓ ઉપલબ્ધ છે. જેમાં જલ્દીજ ભરતી કરવામાં આવશે.
ભોપાલ: મધ્યપ્રદેશમાં સરકારી નોકરી અને શિક્ષણમાં અન્ય પછાત વર્ગ(ઓબીસી) માટે 14 ટકા અનામત વધારીને 27 ટકા કરવાનું સંશોધન વિધેયક વિધાનસભામાં સર્વસમ્મતિથી પાસ થઈ ગયું છે. વિધાનસભામાં તેને મધ્યપ્રદેશ લોક સેવા(અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગ માટે અનામત) સંશોધન વિધેયક 2019 તરીકે પાસ કરાયું છે. રાજ્યપાલ અને રાષ્ટ્રપતિની મંજૂરી બાદ આ બિલ અધિનિયમ 1994નો ભાગ બની જશે. આ બિલ પર ચર્ચા દરમિયાન સભ્યોએ ખાનગી ક્ષેત્રમાં પણ અનામત લાગું કરવાની માંગ કરી.
નેતા વિપક્ષ અને ભાજપના વરિષ્ઠ નેતા ગોપાલ ભાર્ગવે આ ખરડાને સમર્થન કરતા માંગ કરી કે ઓબીસીના કોટાની અંદર ક્રીમી લેયરની શરૂઆત પણ કરવી જોઈએ. જેથી તેનો લાભ ઓબીસીના તે ગરીબ વર્ગ સુધી પહોંચી શકે જેને ક્યારેય અનામતનો લાભ મળ્યો જ નથી. તેઓએ કહ્યું કે ઓબીસીના 27 ટકા અનામતની અંદર અતિ પછાત વર્ગ માટે 7 ટકા કોટા પણ નિર્ધારિત કરવામાં આવે.
મંત્રી ગોવિંદ સિંહે કહ્યું કે આ સંશોધનથી મધ્યપ્રદેશમાં અનામત 73 ટકા થઈ થશે. જેમાં અનારક્ષિત વર્ગના આર્થિક રીતે પછાત વર્ગ માટે 10 ટકા અને અનુસૂચિત જાતિ માટે 16 ટાકા અને અનુસૂચિત જનજાતિ માટે 20 ટકા અનામત પણ સામેલ છે. ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશ સરકાર લોકસભા ચૂંટણી પહેલા જ માર્ચમાં ઓબીસીમાં અનામત કોટા વધારીને 27 ટકા કરવાનો અધ્યાદેશ લાવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
અમદાવાદ
Advertisement