મધ્ય પ્રદેશઃ રેસ્ક્યૂ કરવા ગયેલ ગૃહમંત્રી ખુદ પૂરમાં ફસાઈ ગયા, એરફોર્સે કર્યા એરલિફ્ટ
બચાવ દરમિયાન, એક વૃક્ષ અચાનક બોટ પર પડ્યું, જેના કારણે તેમાં કેટલીક તકનીકી ખામી સર્જાઈ
ભોપાલ: રાજ્યના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા બુધવારે મધ્યપ્રદેશના દાતિયા જિલ્લાના કોટરા ગામમાં પૂરગ્રસ્ત વિસ્તારોનું નીરિક્ષણ કરવા પહોંચ્યા હતા. તે જ સમયે તેમની બોટ પર એક ઝાડ પડ્યું અને તે ખરાબ થઈ ગઈ, ત્યારબાદ તેને અને અન્ય નવ લોકોને એરફોર્સની મદદથી બચાવી લેવામાં આવ્યા.
એક અધિકારીએ જણાવ્યું કે, મિશ્રા બુધવારે દાતીયા જિલ્લામાં પૂરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા કરવા પહોંચ્યા હતા. તેમના જણાવ્યા મુજબ, સવારે 10.30 વાગ્યે દતિયાના કોટરા ગામમાં એક મકાનની છત પર લોકો ફસાયા હોવાની માહિતી મળતાં ગૃહમંત્રી નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની ટીમ સાથે હોડી દ્વારા તેમને બચાવવા પહોંચ્યા હતા.
સહાય માટે એરફોર્સની હેલિકોપ્ટર સેવા પૂરી પાડવામાં આવી હતી
બચાવ દરમિયાન, એક વૃક્ષ અચાનક બોટ પર પડ્યું, જેના કારણે તેમાં કેટલીક તકનીકી ખામી સર્જાઈ અને તે ત્યાં જ અટવાઈ ગઈ. આ પછી, મિશ્રાએ સંબંધિત અધિકારીને સંદેશ મોકલ્યો, જેના આધારે તેમને અને પૂર પીડિતોને મદદ કરવા માટે એરફોર્સ હેલિકોપ્ટરની સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
एमपी के गृह मंत्री @drnarottammisra की ये तस्वीरें देखिये, जब उनको दतिया के गाँव से हेलीकाप्टर की मदद से निकाला गया. मंत्री जी बाढ़ से घिरे लोगों को ढाढ़स बँधाने पहुँचे थे और नाव ना चलने के कारण बाढ़ में घिर गये @ABPNews @pankajjha_ @awasthis @SanjayBragta @ChouhanShivraj #Flood pic.twitter.com/FwMYqZYSqZ
— Brajesh Rajput (@brajeshabpnews) August 4, 2021
મકાનોમાં પાણી ભરાઈ જતાં લોકો છત પર હતા
તેમણે કહ્યું કે, "એર ફોર્સ હેલિકોપ્ટર આવ્યા ત્યારે મિશ્રાએ સૌપ્રથમ નવ લોકોને બહાર કાઢ્યા હતા અને તે પછી તેઓ પોતે પણ કોટરામાં પાણીથી ઘેરાયેલા ઘરની છત પરથી હેલિકોપ્ટરમાં સલામત રીતે ચડ્યા હતા." કોટરા ગામ સંપૂર્ણપણે પાણીથી ઘેરાયેલું હતું. લગભગ એક માળ સુધી ઘરોમાં પાણી ભરાઈ ગયું હતું, જેના કારણે લોકો છત પર હતા.