શોધખોળ કરો
Advertisement
મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી અને NCPના વરિષ્ઠ નેતા અજીત પવારને લાગ્યો કોરોનાનો ચેપ, થયા હૉમ ક્વૉરન્ટાઇન
રિપોર્ટ પ્રમાણે હજુ અજીત પવારમાં કોરોનાના સામાન્ય લક્ષણો દેખાયા છે, એટલે તેમને ઘરે જ ક્વૉરન્ટાઇન કરી દેવામાં આવ્યા છે
મુંબઇઃ મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી અને એનસીપીના વરિષ્ઠ નેતા અજીત પવારનો કોરોના વાયરસ રિપોર્ટ પૉઝિટીવ આવ્યો છે. રિપોર્ટ પ્રમાણે હજુ અજીત પવારમાં કોરોનાના સામાન્ય લક્ષણો દેખાયા છે, એટલે તેમને ઘરે જ ક્વૉરન્ટાઇન કરી દેવામાં આવ્યા છે.
આ પહેલા એનસીપીના જનરલ સેક્રેટરીએ જાણકારી આપી હતી કે, ડેપ્યૂટી સીએમ અજીત પવાર કેટલાક કારણોસર એનસીપીના રાજ્ય કાર્યાલયમાં પદાધિકારી અને કાર્યકર્તાઓને નહીં મળી શકે. જોકે આનુ કારણ તેમને ન હતુ જણાવ્યુ.
ઉલ્લેખનીય છે કે ભારતમાં સંક્રમિતોની કુલ સંખ્યા 77 લાખને પાર પહોંચી ગઇ છે. જોકે આમાંથી 68 લાખ 74 હજાર લોકો સાજા થઇ ચૂક્યા છે, જ્યારે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 7 લાખ 15 હજાર પર આવી ગઇ છે. અત્યાર સુધી 1 લાખ 16 હજાર 616 દર્દીઓ પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion