શોધખોળ કરો
Advertisement
Lockdown 5: મહારાષ્ટ્ર સરકારે જાહેર કરી ગાઈડલાઈન, આપ્યો નવો નારો 'Mission Begin Again'
મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં 30 જૂન સુધી લોકડાઉન વધારવાની જાહેરાત કરી છે. આ સાથે જ મહારાષ્ટ્ર સરકાર દ્વારા નવો નારો 'Mission Begin Again'નામ આપવામાં આવ્યું છે.
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં 30 જૂન સુધી લોકડાઉન વધારવાની જાહેરાત કરી છે. આ સાથે જ મહારાષ્ટ્ર સરકાર દ્વારા નવો નારો 'Mission Begin Again'નામ આપવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં જરૂરી કામોને બાદ કરતા રાજ્યમાં રાત્રીના 9થી સવારે પાંચ વાગ્યા સુધી કર્ફ્યૂ ચાલુ રહેશે.
65 વર્ષથી વધુ ઉંમરના લોકો, 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકો,ગર્ભવતી મહિલાઓને ઘરે રહેવાની સલાહ આપવામાં આવી છે. કન્ટેઈનમેન્ટ ઝોનને નિર્ધારિત કરવાની જવાબદારી મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા અધિકારીની હશે. ચીફ સેક્રેટરી સાથે વાતચીત કર્યા બાદ કન્ટેઈનમેન્ટ ઝોન નક્કી થશે. જ્યાં માત્ર જરૂરિયાત ચીજ વસ્તુઓ મળશે.
ખુલ્લી જગ્યાઓ પર એકલા સાઈકલિંગ, દોડવા, વોકિંગની મંજૂરી હશે. દરિયા કિનારે એકલા ફિઝિકલ એક્ટિવિટીની મંજૂરી હશે. એકલા કામ કરતા પ્લમ્બર,ઈલેક્ટ્રિશિયન, પેસ્ટ્ર કન્ટ્રોલ,ટેક્નીશિયનને સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખતા માસ્ક પહેરી કામ કરવાની મંજૂરી અપાઈ છે. ગેરેજ અને વર્કશોપમાં પહેલાથી એપોઈમેન્ટ લઈ કામ કરવાની છૂટ. રાજ્યની તમામ સરકારી કચેરીઓ ખુલશે. જ્યાં 15 ટકા સ્ટાફ અથવા 15 કર્મચારી જે વધુ હોય તેને લઈ કામ શરૂ થશે.
તમામ મોલ અને માર્કેટ કોમ્પ્લેક્ષને છોડી, દુકાન રસ્તાઓ પરની દુકાનો ખુલશે અને ઓડ ઈવનના આધારે આ દુકાનો ખુલશે. રસ્તાની એક બાજુની દુકાનો ઓડ તારીખે ખુલશે અને રસ્તાની બીજી બાજુની દુકાનો ઈવન તારીખ પર ખુલશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion