શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મહારાષ્ટ્રમાં લોકડાઉન ક્યારથી અને કેવી રીતે હટાવવામાં આવશે ? ઉદ્ધવ ઠાકરેએ શું કહ્યું, જાણો વિગતે
ઠાકરેએ ડોક્ટરોની એક ટીમ સાથે વીડિયો કોન્ફરન્સમાં કહ્યું, લોકડાઉનમાંથી કયારે બહાર આવવું છે તેના કરતાં લકોડાઉન કેવી રીતે હટાવવું તે મહત્વપૂર્ણ છે.
મુંબઈઃ દેશમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્યોમાં મહારાષ્ટ્ર મોખરે છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, રાજ્યમાં લોકડાઉન હટાવવાની પ્રક્રિયા તબક્કાવાર લાગુ કરવામાં આવશે. તેમણે કહ્યું, રાજ્યમા સંક્રમણની બીજી લહેર આવે તેમ હું નથી ઈચ્છતો. મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં લોકડાઉન 31 ઓગસ્ટ સુધી લંબાવ્યું છે.
ઠાકરેએ ડોક્ટરોની એક ટીમ સાથે વીડિયો કોન્ફરન્સમાં કહ્યું, લોકડાઉનમાંથી કયારે બહાર આવવું છે તેના કરતાં લકોડાઉન કેવી રીતે હટાવવું તે મહત્વપૂર્ણ છે. જેમણે લોકડાઉન ઉતાવળમાં હટાવી દીધું હતું તેમણે ફરીથી લગાવવું પડ્યું છે. રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેર ન આવવી જોઈએ.
તેમણે કહ્યું, રાજ્ય સરકારના મિશન બિગિન અગેન ને તબક્કાવાર લાગુ કરાશે. વાયરસના મુકાબલે તેની ગતિ અટકવી ન જોઈએ, કારણકે વાયરસનો ખતરો હજુ પણ યથાવત છે અને રાજ્યમાં ચોમાસું સક્રિય છે. આપણે વરસાદ સંબંધી બીમારીને લઈ સતર્ક રહેવું જોઈએ.
મહારાષ્ટ્રમાં મુંબઈ સૌથી વધારે પ્રભાવિત છે. BMCના જણાવ્યા મુજબ, આજે મુંબઈં કોરોનાના 1010 નવા કેસ નોંધાયા હતા અને 47 લોકોના મોત થયા છે. મુંબઈમાં કોરોનાના કુલ સંક્રમિતોની સંખ્યા 1,28,726 પર પહોંચી છે. જેમાંથી 1,03,468 લોકો સાજા થઈ ગયા છે અને 17,828 એક્ટિવ કેસ છે. માત્ર મુંબઈમાં જ 7,130 લોકોના મોત થયા છે.
મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, આજે રાજ્યમાં કોરોનાના કુલ 11,111 કેસ નોંધાયા હતા અને 288 લોકોના મોત થયા હતા. મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 5,95,865 પર પહોંચી છે. જેમાંથી 1,58,395 એક્ટિવ કેસ છે અને 4,17,123 ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 20,037 પર પહોંચ્યો છે.
SBI એ ગ્રાહકોને આપી મોટી ભેટ, હવે નહીં આપવો પડે આ ચાર્જ, જાણો વિગત
ગુજરાત ભાજપના કયા મહિલા ધારાસભ્યને લાગ્યો કોરોનાનો ચેપ, ટ્વિટ કરીને શું કહ્યું, જાણો વિગતે
ગુજરાતમાં આજે 1120 કેસ નોંધાયા, 20 લોકોનાં મોત, સુરતની સ્થિતિ ચિંતાજનક
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ક્રિકેટ
ગુજરાત
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion