શોધખોળ કરો
Advertisement
MNS પ્રમુખ રાજ ઠાકેરના પુત્રની રાજનીતિમાં એન્ટ્રી, પાર્ટીનો નવો ઝંડો કર્યો જાહેર
અમિત ઠાકરેને રાજનીતિમાં લાવવાનો નિર્ણય રાજ ઠાકરેએ એવા સમયે લીધો છે જ્યારે તેના પિતરાઈ ભાઈ ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી છે અને ભત્રીજો આદિત્ય ઠાકરે કેબિનેટ મંત્રીની જવાબદારી સંભાળી રહ્યો છે.
મુંબઈ: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ) પ્રમુખ રાજ ઠાકરેએ ગુરુવારે મુંબઈમાં બાલા સાહેબ ઠાકરેની જયંતી પર પાર્ટીનો નવો ભગવો ઝંડો લોન્ચ કર્યો છે. આ સિવાય રાજ ઠાકરેના પૂત્ર અમિત ઠાકરેએ પણ રાજનીતિમાં એન્ટ્રી કરી છે.
મનસેના પાંચ રંગના ઝંડને હવે ભગવો રંગ આપી દીધો છે અને જાહેર કરેલા આ ધ્વજમાં શિવાજી મહારાજના શાસનકાળની મુદ્રા પ્રિન્ટ કરવામાં આવેલી છે.
અમિત ઠાકરેને રાજનીતિમાં લાવવાનો નિર્ણય રાજ ઠાકરેએ એવા સમયે લીધો છે જ્યારે તેના પિતરાઈ ભાઈ ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી છે અને ભત્રીજો આદિત્ય ઠાકરે કેબિનેટ મંત્રીની જવાબદારી સંભાળી રહ્યો છે.Mumbai: Maharashtra Navnirman Sena (MNS) chief Raj Thackeray's son Amit Thackeray has been inducted into the party today. pic.twitter.com/79QQjCuull
— ANI (@ANI) January 23, 2020
રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે છેલ્લા લાંબા સમયથી રાજકીય ખેંચતાણ ચાલી રહી છે અને આ લડાઈમાં હંમેશા ઉદ્ધવ ઠાકરેનું પલડુ ભારે રહ્યું છે. હવે બન્ને ભાઈઓની આગલી પેઢીએ રાજનીતિમાં આવી ગઈ છે.
હાલમાં જ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં એમએનએસએ 101 સીટો પર પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા હતા, પરંતુ માત્ર એક સીટ પર જ જીત મળી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
અમદાવાદ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion