મહારાષ્ટ્રમાં ખાતાઓની ફાળવણી, શિવસેનાના એકનાથ શિંદે બન્યા ગૃહમંત્રી
ખાતાઓની ફાળવણીમાં શિવસેનાના ખાતામાં ગૃહમંત્રાલય આવ્યું છે, શિવસેનાના નેતા એકનાથ શિંદેને ગૃહમંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે.
આ સાથે જ એકનાથ શિંદે પાસે નગર વિકાસ, પર્યાવરણ, પર્યટન, પેયજળ મંત્રાલય અને સંસદીય કાર્યમંત્રીની જવાબદારી હશે. શિવસેનાના સુભાષ દેસાઈને ઉદ્યોગ, ઉચ્ચ શિક્ષા અને ટેકનિકલ શિક્ષણ, રમત ગમત, કૃષિ, પરિવહન અને રોજગાર મંત્રાલય આપવામાં આવ્યું છે.#Maharashtra portfolio allocation: State ministers Eknath Shinde (Shiv Sena) gets Home, Urban Development, Environment, PWD, Tourism and parliamentary works; Chhagan Bhujbal (NCP) gets Rural Development, Social Justice, Water Resources, State Excise pic.twitter.com/loOoEU2RtB
— ANI (@ANI) December 12, 2019
એનસીપીના ખાતામાં આવેલા મંત્રીપદની વાત કરવામાં આવે તો છગન ભુજબળને ગ્રામીણ વિકાસ, સામાજિક ન્યાય અને વિકાસ, રાજ્ય ઉત્પાદન શુલ્ક, કૌશલ વિકાસ મંત્રાલય સોંપવામાં આવ્યા છે. એનસીપીના જયંત પાટિલને નાણા મંત્રી, ગૃહ નિર્માણ, સ્વાસ્થ્ય, અલ્પસંખ્યક વિકાસ અને ખાદ્ય જેવી મુખ્ય મંત્રાલયોની ફાળવણી કરવામાં આવી છે.Maharashtra portfolio allocation: Balasaheb Thorat (Congress) gets Revenue, School Education, Animal Husbandry and Fisheries; Jayant Patil (NCP) gets Finance and Planning, Housing, Food Supply & Labour https://t.co/1iepoyPHyn
— ANI (@ANI) December 12, 2019
કૉંગ્રેસના બાલાસાહેબ થોરાટને મહેસૂલ અને ઉર્જા, મેડિકલ શિક્ષણ, ડેરી અને મત્સ્ય પાલનની જવાબદારી મળી છે. કૉંગ્રેસના નિતિન રાઉતને પીડબ્લ્યૂડી, આદિવાસી અને મહિલા બાળ વિકાસ મંત્રાલય અને ઉદ્યોગ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ઉદ્ધવ ઠાકરે સાથે શિવસેના, એનસીપી અને કૉંગ્રેસના બે-બે મંત્રીઓએ શપથ લીધા હતા. એનસીપી તરફથી છગન ભુજબળ અને જયંત પાટિલે શપથ લીધા હતા. શિવેસેના તરફથી સુભાઈ દેસાઈ અને એકનાથ શિંદેએ શપથ લીધા હતા. કૉંગ્રેસ તરફથી નિતિન રાઉત અને બાલાસાહેબ થોરાટે મંત્રી પદના શપથ લીધા હતા.Maharashtra portfolio allocation: Subhash Desai (Shiv Sena) gets Industry, Higher and Technical Education, Sports and Youth, Employment; Nitin Raut(Congress) PWD Tribal development, OBC Development, Women and Child development & Relief and rehabilitation
— ANI (@ANI) December 12, 2019