કોરોના વાયરસના સંક્રમણને લઈ મહારાષ્ટ્રથી સામે આવ્યા રાહતના સમાચાર, જાણો
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 51,38,973 લોકો સંક્રમિત થયા છે અને 76,398 દર્દીઓના મોત થયા છે. આ સમયે 5,90,818 લોકોની સારવાર ચાલી રહી છે. મહારાષ્ટ્રમાં રવિવારે કોરોનાના 48,401 કેસ સામે આવ્યા હતા અને 572 દર્દીઓના મોત થયા હતા.
મુંબઈ: કોરોના વાયરસની બીજી લહેરનો સામનો કરતા મહારાષ્ટ્રથી સારા સમાચાર સામે આવ્યા છે. અહીં નવા કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. રાત્રે આઠ વાગ્યે જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 37,236 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે અને 549 દર્દીઓના મોત થયા છે. આટલા જ સમયમાં 61,607 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 51,38,973 લોકો સંક્રમિત થયા છે અને 76,398 દર્દીઓના મોત થયા છે. આ સમયે 5,90,818 લોકોની સારવાર ચાલી રહી છે. મહારાષ્ટ્રમાં રવિવારે કોરોનાના 48,401 કેસ સામે આવ્યા હતા અને 572 દર્દીઓના મોત થયા હતા.
આ પહેલા શનિવારે રાજ્યમાં કોરોના સંક્રમણના 53,605 નવા કેસ સામે આવ્યા હતા અને 864 દર્દીઓના મોત થયા હતા. શુક્રવારે કોવિડ19ના 54,022 નવા કેસ સામે આવ્યા હતા અને 898 દર્દીઓના મોત થયા હતા.
મુંબઈમાં માત્ર 1794 નવા કેસ સામે આવ્યા છે. સાથે 74 લોકોના મૃત્યુ થયા છે. મહાનગરમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 6,78,269 થઈ ગઈ છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 45534 છે.
મુંબઈમાં સતત બીજા દિવસે લોકોને ન મળી રસી
મુંબઈમાં સતત બીજી દિવસે સોમવારે કોવેક્સીન ઉપલબ્ધ ન હોવાના કારણે રસીકરણ કેંદ્રો પરથી લોકો નિરાશ પરત ફર્યા હતા. અહીં લોકો રસીના બીજા ડોઝ માટે રસીકરણ કેંદ્ર પર આવ્યા હતા.
બૃહન્મુંબઈ મહાનગર પાલિકા(BMC)એ સોમવારે ટ્વિટર પર એ 105 રસીકરણ કેંદ્રોની યાદી જાહેર કરી જ્યાં રસી ઉપલબ્ધ હોય, પરંતુ આ કેંદ્રો પર માત્ર કોવિશીલ્ડ રસી ઉપલબ્ધ હતી.
ભારતમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. આ દરમિયાન આજે રાહતના સમાચાર આવ્યા છે. દેશમાં કોરોનાના કેસમાં એક જ દિવસમાં 37,572 કેસનો ઘટાડો થયો છે.
એક્ટિવ કેસ 37 લાખને પાર
દેશમાં એક્ટિવ કેસનો આંકડો 37 લાખને પાર થઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,66,161 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3754 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,53,818 લોકો ઠીક પણ થયા છે.
- કુલ કેસ- બે કરોડ 26 લાખ 62 હજાર 575
- કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 86 લાખ 71 હજાર 122
- કુલ એક્ટિવ કેસ - 37 લાખ 45 હજાર 237
- કુલ મોત - 2 લાખ 46 હજાર 116