શોધખોળ કરો

"તમે ઇચ્છો છો કે મને હાર્ટ એટેક આવે, પણ..." ભાજપ પર મમતા બેનર્જીનો સૌથી મોટો પ્રહાર!

પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના વરિષ્ઠ નેતા મદન મિત્રાના રાજીનામા અને પક્ષપલટા બાદ બળવાખોરો પર ભડક્યા મમતા બેનર્જી, ભત્રીજા અભિષેકનો બચાવ કરી બીજેપી પર સાધ્યું સીધું નિશાન.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • તૃણમૂલ કોંગ્રેસના ભંગાણ વચ્ચે મમતાએ બળવાખોરોને દેશદ્રોહી કહ્યા.
  • ભાજપનો અંત જોયા વગર હું મરીશ નહીં, સ્પષ્ટ જણાવ્યું.
  • ભાજપ તપાસ એજન્સીઓ દ્વારા નેતાઓને પક્ષ બદલાવે છે.
  • અભિષેક બેનર્જીને નિશાન બનાવાયા, મમતાએ તેમનો બચાવ કર્યો.

mamata banerjee speech: તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં ચાલી રહેલા મોટા રાજકીય ભંગાણ અને બળવા વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આક્રમક વલણ અપનાવ્યું છે. બુધવારે 15 જુલાઈના રોજ પાર્ટીના વરિષ્ઠ નેતા મદન મિત્રાના રાજીનામા બાદ મમતા બેનર્જીએ બળવાખોર નેતાઓને 'દેશદ્રોહી' ગણાવ્યા છે. ભાજપ પર આકરા પ્રહાર કરતા તેમણે કહ્યું છે કે ભાજપ ઇચ્છે છે કે મને હાર્ટ એટેક આવે, પણ હું તેમને ખતમ થતા જોઈને જ રહીશ. આ સમગ્ર રાજકીય ઘટનાક્રમ વચ્ચે તેમણે પોતાના ભત્રીજા અભિષેક બેનર્જીનો પણ મજબૂત બચાવ કર્યો છે.

નેતાઓના રાજીનામા અને મમતાનો ગુસ્સો

બુધવારે (15 જુલાઈ) TMC ના દિગ્ગજ નેતા અને કામરહાટીના ધારાસભ્ય મદન મિત્રાએ મમતા બેનર્જીના જૂથમાંથી પોતાના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ તેઓ વિપક્ષના નેતા ઋતાબ્રત બેનર્જીના નેતૃત્વવાળા બીજા બળવાખોર જૂથમાં જોડાઈ ગયા હતા. આ ઘટનાક્રમ બાદ મમતા બેનર્જી ભારે રોષમાં જોવા મળ્યા હતા. તેમણે પક્ષ છોડનારા નેતાઓને 'દેશદ્રોહી' કહીને તેમના વતી જનતાની માફી માંગી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે જે લોકો ડરના માર્યા TMC છોડવા માંગે છે, તેઓ ખુશીથી જઈ શકે છે.

"ભાજપનો અંત ન થાય ત્યાં સુધી હું જીવીશ"

મમતા બેનર્જીએ બીજેપી પર ગંભીર આક્ષેપો કરતા કહ્યું, "ભાજપવાળા ઇચ્છે છે કે મને હાર્ટ એટેક આવી જાય, પરંતુ હું તેમને ખુલ્લા શબ્દોમાં કહેવા માંગુ છું કે જ્યાં સુધી ભાજપનો અંત નહીં થાય ત્યાં સુધી હું જીવતી રહીશ." પાર્ટીમાં પડેલા ભાગલા બાદ તેમણે ભત્રીજા અભિષેક બેનર્જીની તરફેણ કરતા કહ્યું કે TMC પર હુમલો કરવા માટે અભિષેકને માત્ર એક "બહાના" તરીકે વાપરવામાં આવ્યો છે. મમતાએ જણાવ્યું કે અભિષેક અને તેના પરિવારના સભ્યોને વારંવાર પૂછપરછ માટે બોલાવાયા હતા, છતાં તેમણે ઝૂકીને કોઈ સમાધાન કરવાને બદલે રાજકીય લડાઈ લડવાનું જ પસંદ કર્યું છે.

આ પણ વાંચોઃ બંગાળના રાજકારણમાં ભૂકંપ: મમતાના સૌથી ખાસ નેતાએ છોડ્યો સાથ, તમામ પદો પરથી આપ્યું રાજીનામું

નેતાઓ પક્ષ કેમ બદલી રહ્યા છે?

તાજેતરના અઠવાડિયામાં ઘણા વરિષ્ઠ નેતાઓ મમતા બેનર્જી પર તાનાશાહી અને ડરનો માહોલ ઉભો કરવાનો આરોપ લગાવીને પાર્ટી છોડી ચૂક્યા છે. તેના પર પલટવાર કરતા તેમણે કહ્યું, "મેં મારું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા માટે ક્યારેય મારો અંતરાત્મા વેચ્યો નથી." મમતાએ સીધો આરોપ લગાવ્યો કે ભાજપ તપાસ એજન્સીઓ અને પોલીસનો ડર બતાવીને TMC નેતાઓને પક્ષ બદલવા મજબૂર કરી રહી છે.

તેમણે દાવો કર્યો કે લોકસભા અને રાજ્યસભામાં હજુ પણ તેમની પાસે 18 સાંસદો અકબંધ છે. જે લોકો પોલીસના ડરથી ભાજપની "વોશિંગ મશીન" કે બળવાખોર જૂથ (જેને મમતાએ 'સેટિંગ કંપની' ગણાવી) માં જઈ રહ્યા છે, તેઓ માત્ર પોતાની જાતને બચાવવા આવું કરી રહ્યા છે. મદન મિત્રા અંગે કટાક્ષ કરતા તેમણે કહ્યું, "જે વ્યક્તિ આજે પાર્ટી છોડીને ગયા છે, તેમણે ગઈકાલે જ અમને કહ્યું હતું કે તેમને અને તેમના પરિવારને સમન્સ મળ્યા છે. બસ ત્યારે જ અમે સમજી ગયા હતા કે તેઓ ગમે ત્યારે પક્ષ બદલી નાખશે."

આ પણ વાંચોઃ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ મમતા બેનર્જીને આપી મોટી તક, શું TMC આ મોટા ભંગાણમાંથી બચી જશે?

Frequently Asked Questions

મમતા બેનર્જી શા માટે આક્રમક વલણ અપનાવી રહ્યા છે?

તૃણમૂલ કોંગ્રેસમાં ચાલી રહેલા રાજકીય ભંગાણ અને વરિષ્ઠ નેતાઓના રાજીનામાને કારણે તેઓ ગુસ્સામાં છે. તેમણે પક્ષ છોડનારા નેતાઓને 'દેશદ્રોહી' ગણાવ્યા છે.

મમતા બેનર્જીએ ભાજપ પર કેવા ગંભીર આક્ષેપો કર્યા?

તેમણે ભાજપ પર આરોપ લગાવ્યો કે તેઓ મને હાર્ટ એટેક આવે તેમ ઇચ્છે છે, પણ હું તેમને ખતમ થતા જોઈશ. તેમણે TMC નેતાઓને ડરાવીને પક્ષ બદલવા મજબૂર કરવાનો પણ આરોપ મૂક્યો.

મમતા બેનર્જીએ અભિષેક બેનર્જીનો બચાવ કેવી રીતે કર્યો?

તેમણે જણાવ્યું કે અભિષેક TMC પર હુમલો કરવા માટે માત્ર એક 'બહાનું' છે. અભિષેકે પૂછપરછનો સામનો કર્યો પરંતુ સમાધાન કરવાને બદલે રાજકીય લડાઈ લડવાનું પસંદ કર્યું.

મમતા બેનર્જીના મતે નેતાઓ પક્ષ કેમ બદલી રહ્યા છે?

તેમનો સીધો આરોપ છે કે ભાજપ તપાસ એજન્સીઓ અને પોલીસનો ડર બતાવીને TMC નેતાઓને પક્ષ બદલવા મજબૂર કરી રહી છે. નેતાઓ પોતાની જાતને બચાવવા આવું કરી રહ્યા છે.

મદન મિત્રા અંગે મમતા બેનર્જીએ શું કટાક્ષ કર્યો?

તેમણે કહ્યું કે મદન મિત્રાને સમન્સ મળ્યા હતા, તે જાણતા જ તેઓ પક્ષ બદલશે તે સમજી ગયા હતા. આવા લોકો પોલીસના ડરથી ભાજપમાં જોડાઈ રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

DA Hike Update: 60% થી વધીને 64% થઈ શકે છે DA, જાણો પગારમાં કેટલો થશે વધારો
DA Hike Update: 60% થી વધીને 64% થઈ શકે છે DA, જાણો પગારમાં કેટલો થશે વધારો
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 
પત્ની સાથે Post Office માં ખોલાવો ખાતું, દર મહિને મળશે ₹8633 ફિક્સ વ્યાજ, ગેરંટી સાથે
પત્ની સાથે Post Office માં ખોલાવો ખાતું, દર મહિને મળશે ₹8633 ફિક્સ વ્યાજ, ગેરંટી સાથે
Embed widget