Manipur Violence: મણિપુર મહિલાના વીડિયો મામલે પોલીસે કરી મોટી કાર્યવાહી, CM એ કહ્યું, કોઈને છોડવામાં નહીં આવે
Manipur Women Assault Video: બે મહિલાઓની નગ્ન પરેડની ઘટના પર મણિપુરના મુખ્યમંત્રી એન.બિરેન સિંહે કહ્યું કે આ માનવતા માટે ગુનો છે. અમે વીડિયો જોયા બાદ તરત જ ઓપરેશન શરૂ કર્યું હતું.
Manipur Women Assault Video: બે મહિલાઓની નગ્ન પરેડની ઘટના પર મણિપુરના મુખ્યમંત્રી એન.બિરેન સિંહે કહ્યું કે આ માનવતા માટે ગુનો છે. અમે વીડિયો જોયા બાદ તરત જ ઓપરેશન શરૂ કર્યું હતું. ગઈકાલે એક આરોપી પકડાયો હતો, આજે બીજાની ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સીએમએ કહ્યું કે દોષિતોને બક્ષવામાં આવશે નહીં.
#WATCH | Manipur Governor Anusuiya Uikey speaks on the Manipur viral video, says, "I have directed the DGP to take immediate steps to book the perpetrators of this heinous crime and award exemplary punishment as per law. I have also asked the DGP to take action against the Police… pic.twitter.com/gFdi9LWpE9
— ANI (@ANI) July 20, 2023
મુખ્યમંત્રીએ કહ્યું કે વિડિયો અમારી નજરમાં આવતા જ અમે આરોપીઓની ઓળખ કરી અને કાર્યવાહી કરી હતી. અમે એક મિનિટ પણ બગાડ્યો નથી. આ ઘટનામાં સંડોવાયેલા અન્ય લોકોની પણ વહેલી તકે ધરપકડ કરવામાં આવશે. આ બાબતે તપાસ ચાલુ છે. આ અગાઉ, સીએમએ કહ્યું હતું કે તેઓ તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી સુનિશ્ચિત કરશે અને મૃત્યુદંડ આપવાનો પણ પ્રયાસ કરીશું.
#WATCH | Two people including the main culprit arrested, says Manipur CM N Biren Singh on viral video of women paraded naked pic.twitter.com/eWxQIyyq1V
— ANI (@ANI) July 20, 2023
મણિપુરના રાજ્યપાલે માહિતી મેળવી
આ મામલે મણિપુરના રાજ્યપાલ અનુસુયા ઉઇકેએ કહ્યું કે આ ઘટના નિંદનીય છે. મેં ડીજીપીને ફોન કરીને તમામ આરોપીઓની વહેલી તકે ધરપકડ કરવા સૂચના આપી હતી. મેં તેને પૂછ્યું કે જે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે ત્યાં કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવી નથી. જો પોલીસકર્મીઓ દોષિત જણાશે તો તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.
સંવાદ દ્વારા જ ઉકેલ શક્ય છે
રાજ્યપાલે કહ્યું કે દરેક વ્યક્તિએ એક મંચ પર બેસીને પોતાની માંગણીઓ રજૂ કરવી જોઈએ, વાતચીત દ્વારા જ ઉકેલ મળી શકે છે. હિંસાથી કોઈને ફાયદો થતો નથી. સંવાદ દ્વારા જ ઉકેલ શક્ય છે. રાજ્યપાલે ડીજીપીને જો જરૂર પડે તો પીડિતોને વિશેષ સુરક્ષા આપવા પણ કહ્યું છે. આ ઘટનાના વિરોધમાં ITLFએ ગુરુવારે મણિપુરમાં રેલી પણ કાઢી હતી.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial