Manipur Violence: મણિપુરની બીરેન સિંહ સરકારને લાગ્યો ઝટકો, BJPની સહયોગી કુકી પીપુલ્સ એલાયન્સે સમર્થન પરત ખેચ્યું
એનડીએના સહયોગી કુકી પીપલ્સ એલાયન્સે મણિપુરમાં એન બિરેન સિંહ સરકાર પાસેથી સમર્થન પાછું ખેંચી લીધું છે.
Manipur Violence Update: મણિપુરમાં ત્રણ મહિનાથી વધુ સમયથી ચાલી રહેલી હિંસાને કારણે એક પાર્ટીએ એન બિરેન સિંહ સરકાર છોડી દીધી છે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, એનડીએના સહયોગી કુકી પીપલ્સ એલાયન્સે મણિપુરમાં એન બિરેન સિંહ સરકાર પાસેથી સમર્થન પાછું ખેંચી લીધું છે.
કુકી પીપલ્સ એલાયન્સ (KPA) પાસે બે ધારાસભ્યો છે. પાર્ટીએ રવિવારે (6 ઓગસ્ટ) રાજ્યપાલ અનુસુયા ઉઇકેને લખેલા પત્રમાં સમર્થન પાછું ખેંચવાની જાહેરાત કરી હતી. કેપીએના વડા ટોંગમેંગ હાઓકિપે પત્રમાં જણાવ્યું હતું કે વર્તમાન સંઘર્ષ પર લાંબા સમય સુધી નજર નાખ્યા પછી, મુખ્ય પ્રધાન એન બિરેન સિંહની આગેવાની હેઠળની વર્તમાન મણિપુર સરકારને સમર્થન આપવાનું ચાલુ રાખવાનો કોઈ અર્થ નથી.
Kuki People’s Alliance withdraws support from Manipur CM Biren Singh’s government.
— ANI (@ANI) August 6, 2023
Kuki People’s Alliance General Secretary WL Hangshing confirms to ANI about emailing the letter to Manipur Governor, withdrawing support from CM Biren Singh’s government. pic.twitter.com/MKD5P65Xls
કેપીએ બિરેન સિંહ સરકાર પાસેથી સમર્થન પાછું ખેંચ્યું
તેમણે વધુમાં કહ્યું કે કેપીએ મણિપુર સરકાર પાસેથી સમર્થન પાછું ખેંચી રહ્યું છે. કુકી પીપલ્સ એલાયન્સ પાસે 60 સભ્યોની મણિપુર વિધાનસભામાં બે ધારાસભ્યો (સૈકુલમાંથી કે.એચ. હોંગશિંગ અને સિંઘટથી ચિનલુંગથાંગ) છે. મણિપુર વિધાનસભામાં કુકી-જોમી સમુદાયના 10 ધારાસભ્યો છે, જેમાંથી સાત ભાજપના, બે કુકી પીપલ્સ એલાયન્સના અને એક અપક્ષ છે.
શું ભાજપ સરકારને કોઈ ખતરો હશે?
જો કે, કેપીએના આ પગલાથી સરકારને કોઈ ખતરો ઉભો થવાની શક્યતા નથી. ભાજપ પાસે સૌથી વધુ 37 બેઠકો છે. આ સિવાય પાર્ટીને પાંચ NPF, સાત NPP ધારાસભ્યો અને ત્રણ અપક્ષ ધારાસભ્યોનું સમર્થન છે. મણિપુરમાં કોંગ્રેસ પાસે પાંચ સીટ છે અને જેડીયુની એક સીટ વિપક્ષમાં છે.
મણિપુર હિંસામાં 160 થી વધુ લોકો માર્યા ગયા
મણિપુરમાં 3 મેના રોજ, અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવા માટે મેઇટી સમુદાયની માંગના વિરોધમાં આદિવાસી એકતા કૂચ દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. છેલ્લા ત્રણ મહિનામાં રાજ્યમાં જાતિય હિંસામાં 160થી વધુ લોકોના મોત થયા છે. મણિપુરમાં અનુસૂચિત જનજાતિ (એસટી)નો દરજ્જો આપવાની મૈતઈ સમુદાયની માંગના વિરોધમાં ત્રીજી મેએ પર્વતીય જિલ્લાઓમાં આદિવાસી એકજુટતા માર્ચનું આયોજન કરાયા બાદ હિંસક ઘટનાઓ શરૂ થઈ હતી. ત્યારથી અત્યાર સુધીમાં હિંસામાં ઓછામાં ઓછા 160 લોકોના મોત થયા છે. મણિપુરમાં મૈતઈ સમુદાયની 53 ટકા વસ્તી છે અને તેઓ મુખ્યરૂપે ઈમ્ફાલ ખીણમાં રહે છે, જ્યારે કુકી જેવા આદિવાસી સમુદાયોની વસ્તી 40 ટકા છે અને તેઓ મુખ્યત્વે પર્વતીય જિલ્લાઓમાં રહે છે.
https://t.me/abpasmitaofficial