શોધખોળ કરો
Advertisement
કર્મચારીઓને આપવા માટે દિલ્હી સરકારના ખજાનામાં પૈસા ખતમ, કેન્દ્ર પાસે માંગી આર્થિક મદદ
દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ કહ્યું કે, દિલ્હી સરકારની સામે સૌથી મોટુ સંકટ છે કે તેમના કર્મચારીઓની સેલેરી કેવી રીતે આપવામાં આવે
નવી દિલ્હીઃ કોરોના વાયરસની રોકથામના કારણે ચાલી રહેલા લૉકડાઉનમાં રાજ્ય સરકારોની આર્થિક હાલત ખરાબ થવા લાગી છે. આ સંકટની વચ્ચે દિલ્હી સરકારની પાસે પોતાના કર્મચારીઓને આપવા માટે પૈસા નથી.
દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ કહ્યું કે, દિલ્હી સરકારની સામે સૌથી મોટુ સંકટ છે કે તેમના કર્મચારીઓની સેલેરી કેવી રીતે આપવામાં આવે.
ડેપ્યૂટી સીએમ મનિષ સિસોદિયાએ કહ્યું કે, દિલ્હી સરકારે માત્ર સેલેરી આપવા અને ઓફિસના ખર્ચને ઉઠાવવા માટે 3500 કરોડ રૂપિયાની દર મહિને જરૂર છે, જ્યારે બે મહિનામાં કરથી 500-500 કરોડ રૂપિયા ભેગા થયા છે, બાકીના બીજા સ્ત્રોતોને મેળવીને સરકારની પાસે કુલ 1735 કરોડ રૂપિયા આવ્યા છે. તેમને જણાવ્યુ કે લૉકડાઉનના કારણે દિલ્હી સરકારના ટેક્સ કલેક્શન લગભગ 85 ટકા નીચે ચાલી રહ્યું છે.
સિસોદિયાએ કહ્યું કે આ સમયે દિલ્હી સરકારની સામે સૌથી મોટુ સંકટ છે કે પોતાના કર્મચારીઓને સેલેરી કેવી રીતે આપવામાં આવે. મે કેન્દ્ર સરકાર પાસે તરતજ રાહતરૂપે 5000 કરોડ રૂપિયાની માંગણી કરી છે. મે કેન્દ્રીય નાણામંત્રીને ચિઠ્ઠી લખી છે.
ઉપમુખ્યમંત્રીએ કહ્યું કે છેલ્લા બે મહિનામાં જીએસટી સંગ્રહ પ્રતિ મહિના માત્ર 500 કરોડ રૂપિયાનો થયો છે. અમને અમારા કર્મચારીઓના વેતન આપવા માટે સક્ષમ હોવા માટે ઓછામાં ઓછા સાત હજાર કરોડ રૂપિયાની જરૂર છે. જેમાંથી કેટલાક લોકો કોરોના મહામારી સામે જવાબદારી નિભાવી રહ્યાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement