શોધખોળ કરો

Padma Shri Award 2021: પદ્મ પુરસ્કાર પ્રાપ્ત કરતી વખતે ટ્રાન્સજેન્ડર લોક કલાકાર મંજમ્મા જોગાથીની શૈલીએ સૌના દિલ જીતી લીધા

તમને જણાવી દઈએ કે ટ્રાન્સજેન્ડર લોક નૃત્યાંગના મંજમ્મા જોગાથી કર્ણાટક જનપદ એકેડમીના પ્રથમ ટ્રાન્સજેન્ડર પ્રમુખ છે.

Padma Shri Award 2021: સોમવારે રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલમાં 119 વ્યક્તિઓને પદ્મ શ્રી એવોર્ડ આપવામાં આવ્યો. દરમિયાન, કર્ણાટકના બેલ્લારી જિલ્લાના કલ્લુકંબા ગામમાં જન્મેલા ટ્રાન્સજેન્ડર લોક નૃત્યાંગના મંજમ્મા જોગાથીને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. મંજમ્મા જોગાથી કહે છે કે તેણીએ ટ્રાન્સજેન્ડર હોવાને કારણે પોતાની ઓળખ સ્થાપિત કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.

રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ પાસેથી પદ્મશ્રી એવોર્ડ મેળવતા પહેલા મંજમ્માએ રાષ્ટ્રપતિ ભવનમાં બધાનું ધ્યાન દોર્યું હતું. એવોર્ડ મેળવતા પહેલા તેણીએ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ પાસે જઈને તેણીએ ટ્રાન્સજેન્ડર સમુદાય દ્વારા કરવામાં આવતી ધાર્મિક વિધિ કરી, જેના કારણે સમગ્ર હોલમાં તાળીઓ પડી. આ પછી મંજમ્માએ રાષ્ટ્રપતિ અને ત્યાં હાજર દરેકનું અભિવાદન કર્યું.

તમને જણાવી દઈએ કે ટ્રાન્સજેન્ડર લોક નૃત્યાંગના મંજમ્મા જોગાથી કર્ણાટક જનપદ એકેડમીના પ્રથમ ટ્રાન્સજેન્ડર પ્રમુખ છે. કલા ક્ષેત્રે તેમણે કરેલા પ્રયાસો અજોડ છે. મંજમ્મા જોગાથીનું સાચું નામ મંજુનાથ શેટ્ટી છે.

તેણે પોતાની તમામ મુશ્કેલીઓ વચ્ચે ઘણી કળાઓમાં નિપુણતા મેળવી. મંજમ્માની આ કળાને કારણે લોકો તેને સારી રીતે ઓળખે છે. જોગાથીએ દરેક પગલે પોતાની જાતને મજબૂત કરી અને આર્થિક રીતે નબળા લોકોને પણ મદદ કરી. તેમણે કલાના ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ બનાવી અને તેમાં નિપુણતા મેળવી.

મંજમ્મા સાથે કર્ણાટકના પર્યાવરણવાદી તુલસી ગોડાને પણ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. તુલસી ગોડાને વનનો જ્ઞાનકોશ પણ કહેવામાં આવે છે. રાષ્ટ્રપતિ ભવનમાં કાર્યક્રમ દરમિયાન તુલસીની સાદગીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. પદ્મશ્રી પ્રાપ્ત કરવા માટે તે ઉઘાડપગું અને તેના પરંપરાગત પોશાકમાં આવી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ

દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત

આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા

Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

Embed widget