શોધખોળ કરો
Advertisement
રાહુલ ગાંધીના દાવાને CM પર્રિકરે નકાર્યો, કહ્યું- ‘મુલાકાત થઇ પણ રાફેલ મુદ્દે કોઈ જ વાત નથી થઇ’
નવી દિલ્હી: રાફેલ અંગે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે વાત થઈ હવાના દાવાને પૂર્વ સરંક્ષણ મંત્રી અને ગોવાના સીએમ મનોહર પર્રિકરે નકારી દીધો છે. ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરે રાહુલ ગાંધીને પત્ર લખીને જણાવ્યું કે, ‘રાહુલજી તમારી સાથે મુલાકાત થઈ હતી, પરંતુ રાફેલ ડીલને લઇને કોઈજ વાતચીત નથી થઇ.’ મનોહર પરિકરને મળ્યા બાદ રાહુલે દાવો કર્યો હતો કે તેમની સાથે રાફેલ મુદ્દે વાત થઇ હતી.
રાહુલ ગાંધીના દાવાને લઇને પરિકરે પત્રકાર પરિષદ કરી હતી. જેમાં કહ્યું કે રાહુલ ગાંધી સાથે તેઓની માત્ર પાંચ મિનિટ વાત થઇ હતી અને આ મુલાકાતમાં રાફેલ ડીલ મુદ્દે કોઈ જ વાત નથી થઇ. પર્રિકરે કહ્યું કે પોતાના રાજકિય ફાયદા માટે રાહુલ ગાંધીએ દેશ સામે ખોટું બોલ્યા છે. છેલ્લા લાંબા સમયથી બિમાર ચાલી રહેલા મનોહર પરિકર સાથે રાહુલ ગાંધીએ મંગળવારે મુલાકાત કરી હતી. પરિકર સાથે મુલાકાત બાદ રાહુલે કહ્યું હતું કે, મે ગઇકાલે પરિકર સાથે મુલાકાત કરી, જેમાં પરિકરજીએ ખુદ કહ્યું હતું કે ડિલ બદલતી વખતે પીએમ મોદીએ ભારતના રક્ષામંત્રીને પૂછ્યું ન હતું. રાહુલે આગળ કહ્યું કે રાફેલ પર 3-4 સવાલો કર્યા હતા.. મોટા સવાલ ન હતા. પરંતુ ચોકીદાર આંખામાં આંખ મીલાવી શક્યા ન હતા.Goa CM Manohar Parrikar writes to Congress President Rahul Gandhi, writes "I feel let down that you have used this visit for your petty political gains. In the 5 minutes you spent with me, neither did you mention anything about Rafale, now did we discuss anything related to it.' pic.twitter.com/HbUX6yiDk3
— ANI (@ANI) January 30, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
રાજકોટ
ગેજેટ
Advertisement