શોધખોળ કરો
મરાઠા અનામત મુદ્દે 19 સપ્ટેંબરે સુનાવણી કરશે સુપ્રીમ કોર્ટ

નવી દિલ્લીઃ મહારાષ્ટ્રમાં મરાઠા અનામતના મામલે સુપ્રિમ કોર્ટ 19 સપ્ટેંબરે સુનવણી કરશે. સુપ્રિમ કોર્ટમાં દાખલ કવરામાં આવેલી અરજીમાં એ માંગ કરવામાં આવી હતી કે, હાઇકોર્ટને આ મામલમાં 3 મહિનાની અંદર સુનાવણી કરવા માટે કહેવામાં આવે. 2014માં મહારાષ્ટ્ર સરકારે મરાઠાને આર્થિક અને સામાજિક રીતે પછાત શ્રેણીમાં લઇને 16 ટકા અનામત આપ્યું હતું. નોકરી અને શિક્ષામાં આપવામાં આવેલા અનામતમાં બોમ્બે હાઇકોર્ટે રોક લગાવી દીધી છે. ત્યારથી આ મામલો હાઇકોર્ટમાં પેંન્ડીંગ છે. સુપ્રિમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા અરજીમાં કહેવામાં આવ્યું છે કે, હાઇકોર્ટે એક વર્ષથી આ મામલે સુનવણી નથી કરી, ફેબ્રુઆરીથી રાજ્યમાં નવા સત્રના એડમીશનની પ્રક્રિયા શરૂ થઇ જશે. જેથી હાઇકોર્ટને આ મામલે ઝડપી નિકાલ કરવા માટે કહેવામાં આવે. મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાય માટે અનામતનો મુદ્દો રાજકીય રીતે ઘણો મહત્વનો છે. જેના લીધે 2014માં તત્કાલિન કૉંગ્રેસ-એનસીપી સરકારે આ અંગે નોટિફિકેશન બહાર પાડ્યું હતું.
વધુ વાંચો





















