શોધખોળ કરો

MCD Election Result 2022: દિલ્હી એમસીડી ચૂંટણીમાં NOTAએ બનાવ્યો રેકોર્ડ, આટલા મળ્યા મત

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના 250 વોર્ડ પર યોજાયેલી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 134 બેઠકો સાથે બહુમતનો આંકડો પાર કરી લીધો છે.

MCD Result: દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના 250 વોર્ડ પર યોજાયેલી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 134 બેઠકો સાથે બહુમતનો આંકડો પાર કરી લીધો છે. જ્યારે ભાજપે 104 બેઠકો, કોંગ્રેસને 9 બેઠકો અને અપક્ષ ઉમેદવારોએ 3 બેઠકો જીતી છે. રસપ્રદ વાત એ છે કે આ વખતે દિલ્હીના લોકોએ 'None of the Above' એટલે કે NOTAનું બટન દબાવ્યું છે.

આ વખતે NOTAને 57 હજારથી વધુ મતદારોએ તેમની પ્રથમ પસંદગી તરીકે પસંદ કર્યું હતું. મતલબ કે 57 હજાર એવા મતદારો હતા જેમને તેમના વોર્ડના ઉમેદવાર પસંદ નહોતા. આ જ કારણ છે કે તેણે પોતાનો વોટ NOTAને આપ્યો. MCD ચૂંટણીમાં કુલ 73,35,825 મત પડ્યા હતા. તેમાંથી, 57,545 અથવા કુલ પડેલા મતોના 0.78 ટકાએ NOTA પસંદ કર્યું. આ સંખ્યા ગત ચૂંટણી કરતાં 8300 વધુ છે.

નોંધનીય છે કે 2017માં NOTA પર કુલ 49,235 અથવા 0.69 ટકા વોટ પડ્યા હતા. 2017ની ચૂંટણીમાં ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ NOTA વોટને મળ્યા હતા. ત્યારબાદ MCD ચૂંટણીમાં કુલ 71,36,863 વોટ પડ્યા હતા. દક્ષિણ કોર્પોરેશન (SDMC) અધિકારક્ષેત્રમાં NOTAની ગણતરી 19,190 (કુલ મતોના 0.71 ટકા) હતી, જ્યારે ઉત્તર કોર્પોરેશન અને પૂર્વ કોર્પોરેશન (EDMC) અધિકારક્ષેત્રમાં આ આંકડો અનુક્રમે 19,762 (0.74) અને 10,283 (0.58) હતો.  અગાઉની ચૂંટણીમાં MCDના ત્રણ ભાગ હતા પરંતુ આ વખતે MCDને એકીકૃત કરવામાં આવી છે.

હું દિલ્હીના લોકોને અભિનંદન આપવા માંગુ છું: કેજરીવાલ

MCDમાં જીત પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે હું દિલ્હીના લોકોને અભિનંદન આપવા માંગુ છું. હું દિલ્હીના લોકોને આટલા મોટા પરિવર્તન માટે, આટલી મોટી અને શાનદાર જીત માટે અભિનંદન આપવા માંગુ છું. દિલ્હીની જનતાએ મને દિલ્હીની સફાઈ, ભ્રષ્ટાચાર દૂર કરવા, પાર્કને ઠીક કરવા સહિતની ઘણી જવાબદારીઓ આપી છે. તમારા આ વિશ્વાસને જાળવી રાખવા હું દિવસ-રાત અથાગ પ્રયત્ન કરીશ.

Election Result : તો ગુજરાત અને હિમાચલમાં BJPને સરકારમાંથી ધોવા પડી શકે છે હાથ, MCDના પરિણામથી ફફડાટ

MCD Election Result 2022 Udpate: દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. આમ આદમી પાર્ટીએ 250 વોર્ડમાંથી 134 સીટો પર જીત મેળવી છે. MCD બાદ હવે લોકોની નજર ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીના પરિણામો પર છે. એક્ઝિટ પોલના પરિણામો અને MCDના પરિણામોમાં જે તફાવત જોવા મળ્યો છે તેવો તફાવત હિમાચલ અને ગુજરાતમાં યથાવત રહેશે તો ભાજપને મોટો ફટકો પડી શકે છે. એક્ઝિટ પોલના પરિણામોની સરખામણીએ MCDના પરિણામોમાં AAPની બેઠકો ઘટી છે, જ્યારે ભાજપની બેઠકો વધી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
માતા-પિતાની કાળજી નહીં લે તો સંતાનોએ ટ્રાન્સફર કરેલી મિલકત પાછી આપવી પડશે: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
માતા-પિતાની કાળજી નહીં લે તો સંતાનોએ ટ્રાન્સફર કરેલી મિલકત પાછી આપવી પડશે: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વેશપલટો જરૂરીHun To Bolish : હું તો બોલીશ : વિભાજન પર વિરોધનું વાવાઝોડું કેમ?Bhavnagar news: વલ્લભીપુર ન.પા.માં કોઈ ચીફ ઓફિસર ટકતુ જ નથી! ચીફ ઓફિસર વિજય પંડિતે આપ્યું રાજીનામુંSurendrnagar News: સુરેન્દ્રનગરના લખતર તાલુકાના તાવી ગામે એક ખેડૂતે આત્મવિલોપનનો કર્યો પ્રયાસ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
માતા-પિતાની કાળજી નહીં લે તો સંતાનોએ ટ્રાન્સફર કરેલી મિલકત પાછી આપવી પડશે: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
માતા-પિતાની કાળજી નહીં લે તો સંતાનોએ ટ્રાન્સફર કરેલી મિલકત પાછી આપવી પડશે: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
Embed widget