શોધખોળ કરો
Advertisement
CAB પર ઇમરાનને ભારતનો જવાબ- નિવેદનબાજીના બદલે લઘુમતિઓ પર ધ્યાન આપે PAK
પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનની ટિપ્પણી પર પણ વિદેશ મંત્રાલયે જવાબ આપ્યો છે
નવી દિલ્હીઃ બાંગ્લાદેશના વિદેશ મંત્રી ડો એકે અબ્દુલ મોમેને પોતાનો ભારત પ્રવાસ રદ કરી દીધો છે. તેમણે નાગરિકતા સંશોધન બિલ પર કડક પ્રતિક્રિયા આપી છે. જેના પર ભારતના વિદેશ મંત્રાલયે જવાબ આપ્યો છે. સાથે જ પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનની ટિપ્પણી પર પણ વિદેશ મંત્રાલયે જવાબ આપ્યો છે.
પાકિસ્તાન વડાપ્રધાનને લઇને વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, અમને નથી લાગતું કે અમારે પાકિસ્તાની વડાપ્રધાનના તમામ નિવેદનનો જવાબ આપવો જોઇએ. તેમના તમામ નિવેદનો અનુચિત છે. તેમને ભારતના આંતરિક મામલામાં દખલ કરવાના બદલે પાકિસ્તાનમાં લઘુમતીની સ્થિતિ પર ધ્યાન આપવું જોઇએ.MEA on Bangladesh Foreign Minister's comment on CAB:There seems to be some confusion. We've explained that religious persecution are not happening under present govt.Migrants who have sought refuge in India from Bangladesh have faced persecution&abuse on religious grounds...(1/2) pic.twitter.com/ShHe2h6Sap
— ANI (@ANI) December 12, 2019
બાંગ્લાદેશી વિદેશ મંત્રીનો પ્રવાસ રદ કરવા પર રવીશ કુમારે કહ્યુ કે, પોતાનો પ્રવાસ રદ કરવા પાછળનું સ્પષ્ટીકરણ તેઓ આપી ચૂક્યા છે. અમારા સંબંધો મજબૂત છે. જ્યારે બંન્ને દેશના નેતા પણ કહી ચૂક્યા છે કે અમારા સંબંધોનો સ્વર્ણિમ સમય છે. અમે જાણીએ છીએ કે વર્તમાન બાંગ્લાદેશ સરકારમાં બંધારણીય જોગવાઇઓ અનુસાર લઘુમતિઓની ચિંતાઓ દૂર કરવા માટે અનેક પગલા ઉઠાવ્યા છે.Raveesh Kumar, MEA on Pak PM's remarks on #CABBill2019: Don't think we need to respond to every statement of Pakistan PM. All his statements are unwarranted, he should rather pay attention to the condition of minorities in Pakistan than comment on internal matters of India. pic.twitter.com/7fE04FJuIq
— ANI (@ANI) December 12, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement